Loading Please Wait !!!
પ્રેમના નામે લોહિયાળ પાપ : માસૂમ બાળકોની હત્યાએ સૌરાષ્ટને હચમચાવ્યું

  • પોરબંદરમાં નિષ્ઠુર માતાની કરતૂતનો ચોંકાવનારો ખુલાસો
  • માતૃત્વ કલંક્તિ; પ્રેમ સંબંધ છુપાવવા માતાએ નવજાતને જીવતો દફનાવ્યો
  • મહિલાએ પ્રેમી સાથેના સંબંધથી જન્મેલા બાળકને દાટી દીધું

સિટી ન્યૂઝ@પોરબંદર : પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે. પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી. આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું


નરાધમ પિતાની ક્રૂરતા હળવદમાં હદય દ્રાવક ઘટના

  • ચોથા લગ્નની લાલચમાં લોહીનું ગંદુ પાપ પિતાએ એક વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો
  • 4 લગ્ન કર્યા, ત્રીજી પત્નીનું સંતાન ચોથી પત્નીએ રાખવાની ના પાડતા ઝાડીઓમાં ફેંકી દીધો : ભૂખ-ગરમીમાં રિબાઈને બાળકનું મોત

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નદીના કાંઠે બાવળની ઝાડીઓમાંથી મળી આવેલી એક વર્ષના બાળકની કોહવાયેલી લાશ પાછળ બીજું કોઈ નહીં, પણ તેનો સગો પિતા જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગત તા. 2 મેના રોજ હળવદના સુસવાવ ગામ પાસે સ્મશાનની નજીક આવેલી નદીના કાંઠે બાવળની ઝાડીઓમાંથી એક વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હતો. આ અંગેની જાણ થતા જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી.