Loading Please Wait !!!
બિહારમાં 50 હજાર લોકો પૂરથી ઘેરાયા

કાશીમાં 84 ઘાટ ડૂબ્યા, 5 હજાર દૂકાનો બંધ

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અનેક રસ્તાઓ બંધ

સિટી ન્યૂઝ@પટના

યુપીમાં સતત થઈ રહેલા ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ બગડવા લાગી છે. કાશીમાં ગંગાનું જળસ્તર વધવાથી ૮૪ ઘાટ ડૂબી ગયા છે. ઘાટ કિનારે આવેલી લગભગ ૫ હજાર દુકાનો બંધ કરવી પડી. બિહારના બેગુસરાયમાં ગંગા નદી ગાંડીતૂર બની છે. નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ૫૦ હજારથી વધુ લોકો પૂરના પાણીથી ઘેરાયેલા છે. હવામાન વિભાગે ૨૧ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય પ્રદેશમાં પૂર્વીય ભાગ પછી હવે ઉત્તરીય, પશ્ચિમી અને મધ્ય ભાગોમાં ચોમાસું સક્રિય થશે. હવામાન વિભાગે આગામી ૨ દિવસ સુધી ભોપાલ, ઉજ્જૈન, સાગર, ગ્વાલિયર અને ચંબલ સંભાગના જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.