ભાર વગરનું દફતર ફેલસરકારની સિસ્ટમનેસ્કૂલોએ નિષ્ફળ બનાવી
રાજકોટમાં સરકારના નિયમો કાગળ પર જ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય નર્યા નાટક સમાન બન્યો છે. ભાર વગરનું દફતર પણ પુસ્તકો ભારેખમ બન્યા છે. ધોરણ ૮ અને ૯ ના પાઠ્ય પુસ્તકોનું વજન કરતા ચોકાવનારી હકીકત ખુલી હતી. પુસ્તકનું વજન છે. છે છે. કદે ૪.૫ હોવી જોઈએ.નિયમો માત્ર સરકારી ચોપડે જ છે. છે. વાસ્તવિકતા સાવ જુદી કારણ કે બાળકોના દફ્તરનું વજન ઓછું થયું નથી.
ગુજરાત મિરરની ટીમે ધોરણ ૮ અને ૯ નાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન કરાવતા ૯ કિલો ગ્રામ થયું હતું. ધો. ૮ અને ૯ ના પાઠ્યપુસ્તકોનું વજન ૪ કિલોગ્રામ જેટલું થયું હતું. જ્યારે સરકારનો નવો કાયદો કહે છે કે ધો.૯ ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન ૪.૫ કિલો ગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. જ્યારે ધો.૮ ના પાઠ્યપુસ્તકોનું વજન પણ વધારે હોવાનું ખુલ્યું છે.શહેરની એકપણ શાળા નિયમોનું પાલન કરતી નથી. સરકારના આ નિયમો ઘોળીને પી ગયા છે. શાળા સંચાલકો પોતાની જ મનમાની રહ્યા છે.
ધો.૮ અને ૯ વિષયના પાઠ્ય પુસ્તકો, ૮ નોટબુક, પાણીની બોટલ નાસ્તાનો ડબ્બા સાથેની સ્કૂલબેગનું વજન ૯ કિલોથી વધી જાય છે. તમામ વર્ગના વિદ્યાર્થીઓનું સ્કૂલબેગનું વજન નિયત કરતા વધારે જ હોય છે. સરકાર માત્ર વાહ...વાહ... મેળવવા નિયમો બનાવી નાખે છે પરંતુ તે નિયમોનું કડક પાલન કેમ કરાવી શકતી નથી. વાલીઓએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો સરકાર કેમ સ્કૂલ સંચાલકોના ઘૂંટણીયે પડી જાય છે.રાજકોટમાં આગામી દિવસોમાં વાલીમંડળ બેગનું વજન હજુ કોઈ ઓછું કરવામાં આવતું નથી. સ્કૂલો મનફાવે તેવું વર્તન કરે છે ત્યારે આગામી દિવસોએ વાલીઓ એકત્ર થઈ ડીઈઓને રજૂઆત કરી સ્કૂલો સામે લાલ આંખ કરવા રજૂઆત કરશે.
સરકારે બે નિયમો બનાવ્યા હતા. જેમાં પ્રથમ તો સ્કૂલોની ફી ઘટાડવામાં આવશે. ત્યારબાદ સ્કૂલ બેગનું વજન પણ વાલીઓ અને ભુલકાઓને ખુશ કરવાનું નિયમનના નામે વધુ એક સરકારી ફારસ બની રહે તેવો ઘાટ સર્જાયો છે.
સ્કૂલ સંચાલકોએ શું ઉકેલ શોધવો જોઈએ
-
વિદ્યાર્થીઓની નોટબુક્સ કેટલાક દિવસ સ્કૂલમાં જ મુકવામાં આવે.
-
સ્કૂલો સ્માર્ટ ક્લાસ લર્નિંગ એક્ટિવિટીમાં વધારો કરી શકે.
-
ડ્રોઈંગ સહિતની કો-કરિક્યુલર એક્ટીવીટીઝનો એક જ દિવસ રાખવામાં આવે.
-
જે વિષયો ભણાવાના હોય તે જ પુસ્તકો લઈને આવવા સુચન કરે.
સ્કુલોનાં વજનદાર બેગથી બાળકોની કરોડરજ્જુને અસર પહોંચે છે
દફતરના વધુ પડતા વજનથી કરોડરજ્જુને અસર થાય છે. લાંબા ગાળે આ દુખાવો કાયમી બની જાય છે. વજનદાર બેગના કારણે ગરદનમાં પણ દુખાવો લાગુ પડી શકે છે.
ધોરણ 8 દફતરનું મહત્તમ વજન 3 કિલો રાખો
ધોરણ ૮માં ગણિત અને વિજ્ઞાન વિષયની જ બે બુક્સનું વજન જ ૧.૩૦૦ કિલોગ્રામ છે. જ્યારે અન્ય ટેસ્ટબુક્સનું વજન ૨.૦૦ કિલો છે. જયારે પાઠ્યપુસ્તકોનું વજન ૩,૨ કિલોગ્રામ જેટલું હોય છે ત્યારે સરકારી ધોરણ મુજબ દફતરનું વજન ૩ કિલો હોવું જોઈએ. આ વજન ૮.૯ કિલો ગ્રામ હતું.
બાળકોની સ્કૂલ બેગનું ચેકિંગ કોણ કરશે ?
બાળકો માટે સ્કૂલબેગનું વજન નક્કી કરી દેવામાં આવ્યા બાદ પણ હજુ સુધી આ અંગે કોઈ ચેકીંગ કરવામાં આવતું નથી. દરેક શાળાઓમાં નિયમ કરતા સ્કૂલબેગનું વજન વધારે હોય છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી સ્કૂલબેગનું ચેકીંગ કોણ કરશે તે હજુ નક્કી કરાયું નથી.
સ્કૂલ બેગનું વજન કેટલુ હોવું જોઈએ ? નિયમો શું છે ?
| ધોરણ | બેગનું વજન |
| ૧-૨ | ૧.૫ કિલો |
| ૩-૫ | ૨.૩ કિલો |
| ૬-૭ | ૪ કિલો |
| ૮-૯ | ૪.૫ કિલો |
| ૧૦ | ૫ કિલો |