નેપાળી પ્રૌઢને બહેરેથીથી માર મારતાં સારવારમાં દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાતા હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને પકડવા તજવીજ
રાજકોટમાં પગાર માંગતા શેઠે હત્યા કરી નાંખી
મૃતક ભાવનગર રોડ પર આવેલ રોનક હોટલમાં રહેતા અને ત્યાં જ કામ કરતા હતા તેમને સંતાનમાં 1 પુત્રી છે અને એક પુત્ર છે
સિટી ન્યૂઝ@રાજકોટ
૧૨ દિવસ પહેલા નેપાળી પ્રૌઢને બહેરેથીથી માર મારી ફેંકી દેવાના બનાવમાં ગંભીર ઘાયલ થયેલા પ્રૌઢ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. જે મામલે આજીડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. ગત તા. ૨૨ ના રોજ આજીડેમ ચોકડી આગળ રોડની સાઈડમાંથી એક પ્રૌઢ ઈજાગ્રસ્ત હાલતમાં અર્ધ બેભાન જેવા પડેલ હોય, ૧૦૮ મારફતે રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જે બાદ ખાનામાં આવેલ પ્રૌઢ આપવીતી વર્ણવતાની સાથે આક્ષેપ છે કે, હોટલ સંચાલકે આ પ્રૌઢ કર્મચારીને બેફામ માર મારી રોડ પર ફેંકી દીધા હતા. જે હકીકત સામે આવતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને કરણ મહતરા, દિપક અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો હતો. દરમિયાન સારવારમાં રહેલ પ્રૌઢનું આજે મોત નિપજતાં બનાવ હત્યામાં પલટ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નેપાલના ગુમાનસિંહ ઠાકુરના હોટલના સંચાલકે ઢોર માર મારીને તેમનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવાં આજીડેમ પોલીસે તજવીજ આદરી છે. આ અંગે મળેલી વિસ્તૃત માહિતી મુજબ, ગુમાનસિંહ ઇમાનસિંહ ઠાકુર (ઉં. વ.૫૦)આજીડેમ ચોકડી પાસે, માનસરોવર વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલ રોનક હોટલમાં રહેતા અને ત્યાં જ કામ કરતા હતા. તેમને સંતાનમાં ૧ પુત્રી છે અને
એક પુત્ર છે. પત્ની સંતાનો સાથે વતન નેપાળ રહે છે.તેમના નાના ભાઈ મોહનસિંહે એ જણાવ્યું કે, હોટલમાં ગુમાનસિંહને બે ત્રણ મહિનાનો પગાર બાકી હોય, મંગળવાર રાતે ૧૦ વાગ્યાં આસપાસ તેઓ પગાર માંગવા ગયા ત્યારે હોટલ સંચાલક અને તેમની સાથેના પાંચ લોકોએ ગુમાનસિંહને બેફામ માર માર્યો હતો. ગુમાનસિંહ બેભાન જેવા થઈ ગયા હતા.જેથી ગુમાનસિંહને હોટલ બહાર લઈ જઈ રોડ ઉપર ક્યાંક ફેંકી આ બધા ત્યાંથી ચાલ્યા ગયા હતા. સવારે કોઈ રીક્ષા ચાલકનું ધ્યાન રોડની સાઈડમાં પદેલ ગુમાનસિંહ પર પડતા ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
હતા. સારવાર બાદ થોડા સ્વસ્થ થયેલા ગુમાનસિંહે પરિવારને હકીકત જણાવી હતી. જેથી જાણ થતા નેપાળી સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયરાજ કારડી સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસને કક્ક કાર્યવાહી કરવા આપિલ કરી હતી. જે મામલે આજીડેમ પોલીસ મથકના પીઆઈ હરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે મામલે ૧૫ દિવસ પહેલા જ બનાવ સમયે જ ગુનો દાખલ થયો હતો. જેમાં બે શખ્સોની ધરપકડ કર્યા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા બંનેના જામીન મળી ગયેલ છે. જે બાદ આ બનાવ હત્યામાં પલટાતા તે બંને શખ્સોની ધરપકડ કરવા તેમજ બીજા અન્ય બે અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.