ભક્તિનગર હત્યા કેસમાં ‘આનંદ’ નામના વ્યક્તિનું કનેસન
હત્યાકાંડમાં ક્વિસ્ટ: કોલ રેકોર્ડ્સ ખોલશે રહસ્ય ?
ઘટના વખતના આજુબાજુના CCTV ચેક કરવામાં આવે તો એક નહીં બે વ્યક્તિની સંડોવણી ખૂલી શકે છે?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે શનિવારે સાંજે સહકાર મેઈન રોડ રઘુવીર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા ઉ.વ.૪૨ નામના યુવાન પર નાણાવટી ચોક નાઈન્થ એવન્યુમાં રહેતાં તેના કુટુંબી સગા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ધનશ્યામસિંહને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રવિવારે તેમણે દમ તોડી દેતાં ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં આરોપી ધર્મેન્દ્રસિંહને લીંબડી નજીકથી પકડી લીધો હતો પ્રેમ પ્રકરણના કારણો અગાઉ થયેલી માથાકૂટ-હત્યાની કોશિશના બનાવવા મનદુઃખમાં આ હત્યા થયાનું ખૂલ્યું છે આ હત્યામાં એક નહિ પરંતુ બે
આરોપીઓ સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ કેસમાં પોલીસથી કાચું કપાયું હોવાની શંકા દર્શાવવામાં આવી હે મુખ્ય સૂત્રધાર સામે આનંદ નામની આઈડી ધરાવતો માથાભારે શખ્સ પણ સામેલ હોવાની ચર્ચા વહેતી થઈ છે આ કેસની ફેર તપાસ કરવામાં આવે તો ઉપરોક્ત શખ્સની પણ સંડોવણી ખુલે તેવી બ્રઢ શંકા દર્શાવવામાં આવી છે હાલ જેલહવાલે થયેલા આરોપીના કોલ ડિટેઈલની હિસ્ટ્રી અને ઘટનાસ્થળ સહિતના સીસીટીવી ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાભી સાથે ફોનમાં વાત કરવાના સંબંધ હતા. આ કારણે
૨૦૨૪માં મૃતક ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ વાઘેલા સહિતના પાટણવાવના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયા ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઈ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાડેર ગામે આવી તું કેમ મારી ઘરવાળી સાથે ફોનમાં વાતો કરે છે? તેમ કહી ગાળો દઈ ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાને છરીના ઘા મારી દીધા હતા. તે વખતે પિતા અનુપસિંહ વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંક્યા હતા. પાટણવાવ પોલીસે તે વખતે ૧૩/૧૦/ ૨૨ના રોજ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ત્યાનો કેસ ચાલુ હોઈ તેમાં સમાધાન કરી લેવાનું કહી હાલમાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દબાણ કરતો હતો. પરંતુ મૃતક ઘનશ્યામસિંહ સમાધાન કરતાં ન હોઈ
બાર રાખી ધર્મેન્દ્રસિંહે છરીના ઘા ઝીંકી દેતાં તે જીવલેણ નીવડ્યા હતાં સારવાર દરમિયાન ઘનશ્યામસિંહનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો આ કેસમાં તે વખતે પણ એક નહિ પરંતુ બે આરોપીઓ સામેલ હોવાની ચર્ચા વહેતી થઈ હતી પરંતુ પોલીસે માત્ર એક જ આરોપીની ધરપકડ કરી હતી આ કેસમાં સૂત્રધાર ધર્મેન્દ્રસિંહ સાથે આનંદ દર દર નામના ઇન્સ્ટા આઈડી ધરાવતા શખ્સની પણ સંડોવણી હોવાની ચર્ચા વહેતી થઈ છે આ શખ્સ પણ હત્યા વખતે ત્યાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે પોલીસને આ કેસમાં કાચું કપાયું હોવું તલિત થઈ રહ્યું છે પકડાયેલા આરોપીના કોલ ડિટેઈલ અને ઘટનાસ્થળના તથા આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવે તો ઉપરોક્ત શખ્સની સંડોવણી ખુલે તેવી બ્રઢ શંકા દર્શાવવામાં આવી છે.