Loading Please Wait !!!
ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું શરૂ રહેશે: અંબાલાલ

આખરે અંબાલાલ પટેલ માની ગયા...

સિટી ન્યૂઝ@અમદાવાદ

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે હવે મોટો યુ-ટર્ન લીધો છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ ફરીથી હવામાનની આગાહી કરશે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ આગાહી આપતા રહેશે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપતા દાવો કર્યો છે કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કાયદાકીય ગુંચ દૂર થઈ ગઈ છે અને કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા બાદ તેમણે ફરીથી હવામાનની આગાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સહિત સમાજના હિત માટે વર્ષોથી આગાહી કરતા આવ્યા છે અને હવે પણ આ સેવા યથાવત રાખશે.