Loading Please Wait !!!
આત્મનિર્ભર ફાઉન્ડેશન કરશે યોગ દિવસની વિશેષ ઉજવણી

 

સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે 200થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ

  • નિઃશુલ્ક યોગા મેટ, ટી-શર્ટ, સર્ટિફિકેટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે

  • ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

સીટી ન્યૂઝ@રાજકોટ

આત્મનિર્ભર ફાઉન્ડેશન રાજકોટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ મહિલાઓ તેમજ શહેરના વિવિધ યોગ ગ્રુપો ભાગ લેશે. આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વીબેન લ્હેરે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર ડો. અજય ડોગરા અને આશિષ ઉપાધ્યાય સહિત હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ પણ ઉપસ્થિત રહેશે. યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં જોડાનાર સહભાગીઓને નિઃશુલ્ક ટી-શર્ટ, યોગા મેટ, સર્ટિફિકેટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આત્મનિર્ભર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ અને બાળકોના સામાજિક, આર્થિક અને સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. સંસ્થાએ નાગરિકોને આરોગ્ય જાગૃતિ, મહિલા સશક્તિકરણ અને સામાજિક વિકાસના કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપરાંત જયશ્રીબેન ગોહેલ, પાઝલબેન બુદ્ધદેવ, કલ્પનાબેન ત્રિવેદી અને હર્ષાબેન ભટ્ટ સહિતની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે આત્મનિર્ભર ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકાય છે.