Loading Please Wait !!!
આલિયાએ પહેર્યો માત્ર 2000નો ડ્રેસ

 

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

YRF ની આલ્ફા મૂવીનું ૧૦ જૂન, ૨૦૨૬ નાં રોજ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ૧ મિનિટ ૫૫ સેકન્ડનાં વીડિયોમાં જબરજસ્ત એક્શન કરતી જોવા મળી. આ સમયે આલિયાને જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. જો કે આ વચ્ચે આલિયા ભટ્ટનાં ડ્રેસને લઈને ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ફેશન લવર્સની નજર ટીઝરમાં આલિયાનાં સિમ્પલ અને લાઈટ બ્લૂ ડ્રેસ પર અટકી ગઈ છે.

સસ્પેન્સ, ખતરનાક મિશન અને હાઈ વોલ્ટેજ ડ્રામાથી ભરેલાં આ ટીઝરમાં તેનાં ખૂબસુરત લુકે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આમ, તમને આલિયાનાં આ ડ્રેસની કિંમત જાણીને ઝાટકો લાગશે.

ટીઝરનાં શરૂઆતનાં સીનમાં આલિયા ભટ્ટ એક રેસ્ટોરન્ટની અંદર બોબી દેઓલની સાથે ડિનર કરતી જોવા મળે છે. આ સમયે એક્ટ્રેસે લાઈટ બ્લૂ મિની ડ્રેસ પહેર્યો છે. આમ, આ ડ્રેસની કિંમતને લઈને ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લાઈટ બ્લૂ મિની ડ્રેસમાં જોવા મળતી આલિયા ભટ્ટનો આ ડ્રેસ 'H&M' બ્રાન્ડનો છે, જેની કિંમત ૧૯૯૯ રૂપિયા છે. આ ડ્રેસને ટાયર્ડ-સ્કર્ટ શિફોન ડ્રેસ ઈન લાઈટ બ્લૂ પણ કહેવામાં આવે છે.

આ ડ્રેસમાં પાતળી શોલ્ડર સ્ટ્રેપ્સ, રફલ ડિટેલ્સની સાથે એક ખુબસુરત વી-શેપ નેકલાઈ અને ફિટેડ ચોલી આપવામાં આવી છે, જે નીચેની બાજુ લેયર્ડ સ્કર્ટમાં બદલાઈ જાય છે. આ ડ્રેસની શોર્ટ લેન્થ અને સિમ્પલ લુક ગરમીમાં એકદમ પરફેક્ટ છે. આ સાથે જ તમને સ્ટાઈલિશ લુક પણ આપે છે. આલ્ફાનાં ટીઝરમાં તમે જોઈ શકો છો કે આલિયાનો મેકઅપ એકદમ લાઈટ અને નેચરલ છે.