સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે સામે FIR નોંધાઈ
370ની બિરયાની વસૂલીશ મામલે કાર્યવાહી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
'બિગ બોસ ૧૮'ના પૂર્વ સ્પર્ધક અને સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે વિરુદ્ધ પોલીસે FIR નોંધી છે. પ્રણિત વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ કાર્યવાહી કરી છે. આ આખો મામલો ગુરુગ્રામમાં થયેલા તેમના એક લાઈવ શો સાથે જોડાયેલો છે, જ્યાં એક ૨૨ વર્ષના છોકરાએ વાતચીત દરમિયાન મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આખો વિવાદ પ્રણિત મોરેના ગુરુગ્રામમાં લાઈવ ક્રાઉડ-વર્ક કોમેડી શો દરમિયાન શરૂ થયો. શોમાં વાતચીત દરમિયાન જંગડાએ એક ડેટિંગ અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે એક મહિલા પર લગભગ ૩૬૦ ૩૭૦ની ચિકન બિરયાનીનો ખર્ચ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે જ્યારે મહિલાએ તેને ઘરે છોડવા કહ્યું, ત્યારે તેને પોતાના ખર્ચની ભરપાઈના રૂપમાં શારીરિક સંબંધની અપેક્ષા હતી.
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રણિત મોરેની ઘણી ટીકા થઈ. વિવાદ વધતા કોમેડિયનને જાહેરમાં માફી માંગવી પડી અને તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. જ્યારે વેબ ડેવલપર હિમાંશુ જંગડાને ગુરુગ્રામ સ્થિત કંપની સ્ટારવિક ડિઝાઈનમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ઇન્સ્ટાગ્રામ અને X સહિતના ઘણા પ્લેટફોર્મ પર લોકોએ જંગડાની કોમેન્ટની ટીકા કરી. વિરોધ વધ્યા બાદ પ્રણિત મોરેએ જાહેરમાં માફી માંગી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોરેએ લખ્યું હતું કે તાજેતરમાં વાયરલ થયેલી ક્લિપને લઈને મળેલી ટીકાઓને હું સ્વીકારું છું. દર્શકોના કમેન્ટ્સ મારા વિચારો નથી. મારે તે સમયે સારો જવાબ આપવો જોઈતો હતો. અમે વીડિયો હટાવી દીધો છે. હું માફી માંગુ છું અને ભવિષ્યમાં આવા મામલાઓને વધુ જવાબદારી અને સંવેદનશીલતા સાથે સંભાળીશ.
સ્ટારવિક ડિઝાઈને આ મામલે જંગડા પર કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપનીના સ્થાપક વિવેક વિશ્વકર્માએ એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું, “છેલ્લા ૨૪ કલાકમાં મને અમારા એક કર્મચારી હિમાંશુ જંગડાને લઈને સેંકડો મેસેજ, ઈમેલ અને ફોન કોલ આવ્યા છે.