ડાયાબિટીસના દર્દીઓ માટે પેનકિલર ખાવાનું જોખમી!
- દુખાવો મટાડતી દવાઓ કિડની પર કરે અસર!
- વર્લ્ડ ડાયાબિટીસ ડે પર સ્વાસ્થ્ય અંગે ગંભીર ચેતવણી!
- વગર ડૉક્ટરે પેનકિલર લેવાની આદત બદલો!
સિટી ન્યુઝ @ હેલ્થ
વર્લ્ડ ડાયાબિટીસ ડે ૨૦૨૬ નિમિત્તે સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણીારી જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય તો તેણે કોઈપણ પ્રકારના શારીરિક દુખાવા માટે અવારનવાર પેનકિલર (દુખાવો બંધ કરવાની દવાઓ) ખાતા પહેલા ગંભીરતાથી વિચારવું જોઈએ.
શરીરમાં સામાન્ય સાંધાનો દુખાવો કે અન્ય પીડા થતાં જ ઘણા લોકો તુરંત જ મેડિકલ સ્ટોરથી પેનકિલર લાવીને ખાઈ લેતા હોય છે, જેનાથી ક્ષણિક રાહત તો મળે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ દવાઓ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
તબીબી નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓમાં પહેલાથી જ રક્તવાહિનીઓ અને કિડની સંવેદનશીલ બનેલી હોય છે, અને જ્યારે આવા દર્દીઓ વારંવાર પેનકિલરનું સેવન કરે છે ત્યારે તેની સીધી વિપરીત અસર કિડનીની કાર્યક્ષમતા પર પડે છે.
વારંવાર પેનકિલર ખાવાથી કિડની ફેલ થવાનું જોખમ અને બ્લડ પ્રેશર અનિયમિત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે, એટલું જ નહીં પરંતુ બ્લડ શુગરનું સ્તર પણ અસંતુલિત થઈ શકે છે.
તેથી, કોઈપણ પ્રકારની લાંબી બીમારી કે ડાયાબિટીસની સ્થિતિમાં વગર ડૉક્ટરે જાતે દવાઓ કે પેનકિલર ખાવાનું ટાળવું જોઈએ અને હંમેશાં તબીબી સલાહ મુજબ જ ઉપચાર કરવો હિતાવહ છે.
ડાયાબિટીસ અને સ્વ-દવા (Self-Medication) ના જોખમો
આજના સમયમાં થોડાક દુખાવા માટે જાતે જ ઓવર-ધ-કાઉન્ટર પેનકિલર ખરીદીને ખાઈ લેવાની આદત સામાન્ય બની ગઈ છે. પરંતુ ડાયાબિટીસ કે હાઇપરટેન્શન જેવા દીર્ઘકાલીન રોગોથી પીડિત દર્દીઓ માટે આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય આફત નોતરી શકે છે. હંમેશાં તબીબી માર્ગદર્શન હેઠળ જ યોગ્ય સારવાર લેવી જોઈએ.
પેનકિલર સરળતાથી મળી રહે
લોકો પેનકિલરને સામાન્ય દવા સમજીને મેડિકલ સ્ટોરમાંથી લઈને પણ ખાઈ લેતા હોય છે. માથું દુખતું હોય, સાંધા દુખતા હોય, માસિક સમયે દુખાવો રહેતો હોય શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો લોકો ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી જ પેનકિલર ખરીદીને ખાઈ લેતા હોય છે. મેડિકલ સ્ટોરમાંથી પણ પેનકિલર સરળતાથી મળી રહે છે પરંતુ આ રીતે કોઈપણ પેનકિલર ખાઈ લેવી શરીર માટે સેફ નથી. ખાસ કરીને ડાયાબિટીસ હોય તેવા લોકોએ તો દવા ખાતા પહેલા સાવધાન રહેવું જોઈએ.
પેનકિલરના ગંભીર નુકસાન
ડોક્ટરના જણાવ્યા અનુસાર કેટલીક પેનકિલર એવી હોય છે જે કિડની, બ્લડપ્રેશર, બ્લડ સુગર લેવલ પર અસર કરે છે. ડાયાબિટીસના પેશન્ટ સમજ્યા વિના જો કોઈપણ પેનકિલર ખાઈ લે તો તેનાથી ગંભીર નુકસાન પણ થઈ શકે છે. કેટલીક દવાઓ નોન સ્ટીરોઈડરી દવાની શ્રેણીમાં આવે છે. દવાઓમાં ઈબુપ્રોફેન, જાઈક્લોફેનાક, નેપ્રોક્સેન જેવી દવાનો સમાવેશ થાય છે સામાન્ય રીતે આ દવાઓ દુખાવા અને સોજા ઓછા કરવામાં ઉપયોગી છે. પરંતુ આ પ્રકારની દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કિડની ને નુકસાન થઈ શકે છે.
વારંવાર પેનકિલર ખાવાથી નોર્મલ વ્યક્તિની કિડને નુકસાન થાય તેની શક્યતા પણ વધી જાય છે તેમાં પણ જો દર્દીને ડાયાબિટીસ હોય તો તેને વધારે સાવધાન રહેવું જોઈએ. કારણકે ડાયાબિટીસમાં કિડનીની સમસ્યા થવાની શક્યતા વધારે હોય છે. જો કોઈ વ્યક્તિને પહેલાથી ડાયાબિટીસ હોય, કિડનીની તકલીફ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય કે પછી શરીરમાં પાણીની ઉણપ હોય તો તેણે પેનકિલર ખાતા પહેલા વિશેષ સાવધાની રાખવી જોઈએ.
ડોક્ટરની સલાહ વિના ન ખાવી દવા
ડોક્ટરનું કહેવું તો એવું છે કે ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેમણે ડોક્ટરને પૂછ્યા વિના કોઈપણ પ્રકારની પેનકિલર ખાવી જોઈએ નહીં તેનાથી તેની કિડનીને નુકસાન થઈ શકે છે. સામાન્ય લોકોએ પણ પોતાની રીતે પેનકિલર નો ઉપયોગ કરવો નહીં. પોતાની સમસ્યા જણાવ્યા પછી ડોક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ.