Loading Please Wait !!!
શિયાળામાં ત્વચાની શુષ્કતા દૂર કરવા નેચરલ સ્ક્રબ!

  • મોંઘા પાર્લરના ખર્ચ વગર ઘરે કરો બોડી પોલિશિંગ!
  • રસોડાની સામાન્ય સામગ્રીથી બનાવો અદ્ભુત દેશી ઉબટન!
  • સ્નાન કર્યા પછી પણ ત્વચા ખેંચાતી અટકાવો!

શિયાળાનું આગમન થતાં જ ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે, જેમાં ક્યારેક પગની પાછળ સફેદ ડાઘ દેખાવા લાગે છે તો ક્યારેક ત્વચા એટલી શુષ્ક થઈ જાય છે કે તે સતત ખેંચાયેલી અનુભવાય છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે સ્નાન કર્યા પછી અને મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી પણ ત્વચાની શુષ્કતા દૂર થતી નથી, જેના કારણે નાગરિકો ચિંતિત બનતા હોય છે.

જો તમે બજારના મોંઘા બોડી સ્ક્રબ ખરીદવા કે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા માંગતા નથી, તો રસોડામાં ઉપલબ્ધ સામાન્ય સામગ્રીથી દેશી ઉબટન બનાવી શકો છો.

આ પ્રકારના નેચરલ બોડી પોલિશિંગ સ્ક્રબના ઉપયોગથી ત્વચાના મૃત કોષો (ડ્રાય સ્કિન) દૂર થાય છે અને ત્વચા કુદરતી રીતે નરમ તેમજ સ્વચ્છ રહે છે.

ઘરે જ સરળતાથી બનતા આ નુસખા ત્વચાની હાઇડ્રેશન જાળવી રાખવામાં અને શિયાળાની રૂક્ષતા સામે રક્ષણ પૂરું પાડવામાં અત્યંત કારગર સાબિત થાય છે.

શિયાળામાં ત્વચાની સંભાળ અને કુદરતી ઉપચારો

ઋતુ બદલાય ત્યારે ત્વચા પોતાની નમી ગુમાવવા લાગે છે. રાસાયણિક પ્રોડક્ટ્સના ઉપયોગને બદલે ઘરેલું અને નેચરલ સામગ્રીથી બનેલા સ્ક્રબ કે ઉબટનનો ઉપયોગ કરવાથી ત્વચાનું કુદરતી પોષણ જળવાઈ રહે છે અને ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ તથા ચમકદાર રહે છે.

ઘરની સામગ્રીથી બનાવો નેચરલ બોડી પોલિશિંગ સ્ક્રબ

સ્ક્રબ બનાવવા માટે જરૂરી બધી સામગ્રીને એક બાઉલમાં લઈને સારી રીતે મિક્સ કરી લો અને ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરો. જો સરસવનું તેલ તમારી ત્વચાને માફક આવતું હોય, તો તેમાં અડધી કે એક ચમચી તેલ ઉમેરી શકાય છે. જો કે, તેમાં લીંબુનો રસ ઉમેરવાનું ટાળવું જોઈએ, કારણ કે લીંબુ સંવેદનશીલ ત્વચા પર બળતરા પેદા કરી શકે છે.

 

ઘરે બોડી પોલિશિંગ કરવાની સરળ પદ્ધતિ

  • તમારી ત્વચા સાફ કરો: બોડી પોલિશિંગ શરૂ કરતા પહેલા શરીરને સાદા પાણીથી ધોઈ લો જેથી સપાટી પરની ગંદકી દૂર થઈ જાય, ત્યારબાદ ટુવાલથી પાણી હળવેથી સાફ કરી લો.
  • સ્ક્રબ લગાવો: ચણાનો લોટ, ઘઉંનો લોટ અને મલાઈમાંથી તૈયાર કરેલી પેસ્ટ હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર લગાવો. ત્વચા પર વધુ દબાણ ન આપતા હળવા ગોળાકાર આકારમાં માલિશ કરો અને કોણી, ઘૂંટણ તથા પગની ઘૂંટી પર વિશેષ ધ્યાન આપો.
  • 10 થી 15 મિનિટ રાખો: સ્ક્રબને શરીર પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ થોડું પાણી છાંટીને હળવા હાથે સાફ કરો અને સાદા પાણીથી ધોઈ લો. ત્વચાને વધુ પડતી ઘસો નહીં.
  • મોઇશ્ચરાઇઝર લગાવો: સ્ક્રબ ધોયા પછી ત્વચાને ટુવાલથી સૂકવીને તુરંત જ સારું બોડી લોશન અથવા મોઇશ્ચરાઇઝર લગાવો, જે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.

શરીરને પોલિશ કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો

શિયાળામાં ત્વચા શુષ્ક અને સંવેદનશીલ બની જતી હોવાથી વધુ પડતું સ્ક્રબિંગ કરવાનું ટાળવું જોઈએ. જો ત્વચા પર વધુ શુષ્કતા, ખંજવાળ, લાલાશ કે બળતરા હોય તો સ્ક્રબિંગ કરવાને બદલે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા પર વધુ ધ્યાન આપવું. કોઈપણ નવું સ્ક્રબ આખા શરીર પર લગાવતા પહેલા હાથના નાના ભાગ પર પેચ ટેસ્ટ અવશ્ય કરવો. ઘરે બનાવેલા સ્ક્રબ ત્વચાને સાફ અને નરમ બનાવવામાં મદદ કરે છે, પરંતુ તે તબીબી સારવારનો વિકલ્પ નથી. જો શુષ્કતા સતત રહે કે ત્વચા છાલ ઉતરતી હોય તો ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) ની સલાહ લેવી.