અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન સામે નવા હુમલાનું પ્લાનિંગ!
-
મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાનના પરમાણુ ઠેકાણાઓ બનશે નિશાન!
-
'પિકએક્સ માઉન્ટેન' પર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' ફેંકવાની વિચારણા!
-
3 દિવસની તીવ્ર સૈન્ય ઝુંબેશ દ્વારા ઈરાન પર દબાણ!
સિટી ન્યુઝ @ વાશિંગ્ટનતે
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા આગામી મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાનના પરમાણુ અને ઊર્જા ઠેકાણાઓ પર નાના અને અત્યંત તીવ્ર સૈન્ય હુમલા કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંભવિત ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડીને તેને પરમાણુ કાર્યક્રમ અંગે સમજૂતી કરવા માટે મજબૂર કરવાનો છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો: પરમાણુ મહત્ત્વાકાંક્ષા અને વિનાશક શસ્ત્રોની રાજનીતિ
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ ઘડાઈ રહેલી સૈન્ય રણનીતિઓ એ વાત દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં શાંતિ હજુ પણ અનિશ્ચિતતાના સાગરમાં ઘેરાયેલી છે. 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' જેવા વિનાશક શસ્ત્રોના ઉપયોગની ચર્ચાઓ માત્ર સૈન્ય દબાણ ઊભુ કરવા માટે નથી, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષા માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કૂટનીતિક સંવાદ દ્વારા જ આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ સમગ્ર માનવજાતના હિતમાં છે.