સંબંધોની અગ્નિપરીક્ષા! અમદાવાદમાં દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ: અવિશ્વાસને કારણે ‘પીસ ઓફ માઈન્ડ’નો નવો ક્રેઝ
-
પત્ની પર શંકા અને પિતૃત્વના સવાલોએ વધાર્યું લેબોરેટરીઓનું કામ; 30થી 40% કેસમાં પિતા બીજા હોવાનો ચોંકાવનારો ખુલાસો
-
IVF અને સરોગસીમાં હોસ્પિટલ પર શંકા; ₹50 હજારના ખર્ચ છતાં ટેસ્ટ કરાવનારાઓમાં શિક્ષિતથી લઈને શ્રમિકોનો સમાવેશ
-
શહેરો જ નહીં, ગામડાઓમાં પણ અવિશ્વાસનું ઝેર; 70% કિસ્સામાં શંકા કરનાર પિતા જ અસલી વાલી નીકળે છે
અમદાવાદ: અગાઉ માત્ર ટીવી સિરિયલો કે ક્રાઈમ થ્રિલર ફિલ્મોમાં જોવા મળતા કિસ્સાઓ હવે વાસ્તવિક જીવનમાં આપણી આસપાસ બની રહ્યા છે. અમદાવાદમાં દંપતીઓ વચ્ચે વધતા અવિશ્વાસને કારણે 'પીસ ઓફ માઈન્ડ' (માનસિક શાંતિ) માટે બાળકના DNA ટેસ્ટ કરાવવાનો ટ્રેન્ડ ચિંતાજનક રીતે વધ્યો છે. સરકારી અને ખાનગી લેબોરેટરીઓના ડેટા મુજબ, શહેરમાં દર વર્ષે આશરે 550 જેટલા બાળકોના DNA ટેસ્ટ પિતૃત્વની ઓળખ માટે કરવામાં આવી રહ્યા છે.