યુવતીની છેડતી મામલે બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ:દહેગામના કડજોદરાના વકીલનું શંકાસ્પદ મોત થતા ભારે તંગદિલી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર ગાંધીનગર17 કલાક પેહલા દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે આજે એક જ જ્ઞાતિના બે પરિવારો સામસામે આવી જતાં ગામમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાકડીઓ અને પથ્થરમારા સાથે થયેલી આ હિંસક અથડામણમાં બંને પક્ષના છ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઝઘડા બાદ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મોભી ચંપુસિંહ વિહતસિંહ ઝાલાનું અચાનક નિધન થતાં સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે. આ મામલે હાલમાં રખિયાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ અથડાણ દરમ્યાન વકીલ ચંપુસિંહ વિહતસિંહ ઝાલા નું શંકાસ્પદ મોત થયું છે . જેને લઈને મૃતક ચંપુસિંહના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ઝઘડા દરમિયાન વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવેલા ગડદાપાટુના મારના કારણે તેમનું મૃત્યુ થયું છે. હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર આ ઘટનાની ગંભીરતાને જોતા રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો કડજોદરા દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે દહેગામ સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. પરંતુ પ્રાથમિક પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન ન મળતા પોલીસે હાલમાં હત્યાની કલમ ઉમેરવાનો ઈનકાર કરી દીધો છે. આ વાતને લઈને પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને જ્યાં સુધી આરોપીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વકીલોએ એએસપીને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી આ ઘટનાના પગલે વકીલ આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો અને વકીલ મિત્રો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. વકીલોએ એએસપી આયુષ જૈનને રૂબરૂ રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ તરફ આ સમગ્ર હિંસક અથડામણમાં ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા અને તેમના કૌટુંબિક સભ્યોની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હાલમાં કડજોદરા ગામમાં પરિસ્થિતિ તંગ છે. સરપંચ પક્ષ અને મૃતક પક્ષ વચ્ચેના વિવાદને પગલે ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઝઘડામાં ઘવાયેલા અન્ય છ લોકોને હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 'રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ' એક તરફ પીએમ રિપોર્ટ અને બીજી તરફ પરિવારના આક્ષેપો વચ્ચે પોલીસ અત્યારે મડાગાંઠ ઉકેલવા મથામણ કરી રહી છે. આ અંગે એએસપી આયુષ જૈને કહ્યુ કે, હાલમાં રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. આ મામલે બંને પક્ષે ક્રોસ ફરિયાદ લેવામાં આવશે.
-
દહેગામના કડજોદરા ગામે યુવતીની છેડતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે લાકડીઓ અને પથ્થરમારો થયો.
-
હિંસક અથડામણ બાદ વકીલાત કરતા ચંપુસિંહ ઝાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે.
-
પરિવારનો આક્ષેપ છે કે વિરોધી પક્ષના મારને કારણે મોત થયું છે, જ્યારે પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે સર્જાયેલી હિંસક અથડામણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલા પથ્થરમારા અને લાકડીયુદ્ધમાં છ વ્યક્તિઓ લોહીલુહાણ થયા હતા, પરંતુ આ ઝઘડા બાદ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ચંપુસિંહ વિહતસિંહ ઝાલાનું શંકાસ્પદ મોત થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે.
મૃતક ચંપુસિંહના પરિવારે આક્ષેપ કર્યો છે કે, ઝઘડા દરમિયાન વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવેલા ગડદાપાટુના મારને કારણે તેમનું મૃત્યુ થયું છે. જોકે, દહેગામ સરકારી હોસ્પિટલમાં થયેલા પેનલ પીએમ (Post-Mortem) ના પ્રાથમિક તારણોમાં શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન ન મળતા પોલીસે હાલમાં હત્યા (કલમ 302) ની કલમ ઉમેરવાનો ઈનકાર કર્યો છે. આ બાબતથી ઉશ્કેરાયેલા પરિવારે જ્યાં સુધી આરોપીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
આ ઘટનાની ગંભીરતાને જોઈ રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલ અને એએસપી આયુષ જૈન સહિતનો ઉચ્ચ કાફલો કડજોદરા ગામમાં દોડી ગયો છે. વકીલના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો રખિયાલ પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને એએસપીને ન્યાયિક તપાસ માટે રજૂઆત કરી હતી. પરિવારે ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા અને તેમના કૌટુંબિક સભ્યોની આ હુમલામાં સીધી સંડોવણી હોવાનો દાવો કર્યો છે.
એએસપી આયુષ જૈને સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, "અમે અત્યારે રાયોટિંગ અને કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. બંને પક્ષે ક્રોસ ફરિયાદ લેવામાં આવશે." હાલમાં ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ઘવાયેલા અન્ય છ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ હવે અંતિમ પીએમ રિપોર્ટ અને એફએસએલ (FSL) ના આધારે આગળની તપાસ હાથ ધરશે.