Loading Please Wait !!!
TRP કાંડમાં નોટિસ બાદ ફરી RMC ના નાટકો શરૂ !

ફરી એક જ ગરબડ; ક્લાસીસને નોટિસ (લવ લેટર) આપી દીધી

આગ લાગે ત્યારે જ કેમ જાગે છે ? 365 દિવસ શું કરે છે ?

 સ્કુલો અને કોચિંગ ક્લાસના કેટલા ગેરકાયદે બાંધકામોને નોટિસ આપી : તંત્ર ચૂપ

સિટી ન્યૂઝ@રાજકોટ

લખનઉના અલીગંજમાં ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી ૧૪ બાળકોના મોતની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડનું તંત્ર ફરી એક વખત હરકતમાં આવ્યું છે. આજે ૨૩ જૂનના શહેરના ૧૮ વોર્ડના તમામ કોચિંગ ક્લાસ પર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેડીપરા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર ધીરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બેડીપરા ફાયર સ્ટેશનમાં વોર્ડ નંબર ૫,૬ અને ૧૫ આવે છે. આખા રાજકોટમાં ૧૮ વોર્ડ છે ત્યારે દરેક વોર્ડમાં ટ્યુશન ક્લાસમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે ફાયરના સાધનો રાખવા માટે મોટાભાગના ટ્યુશન ક્લાસના સંચાલકોને નોટિસ આપી છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી નહીં થાય તો અંતે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.