Loading Please Wait !!!
લાઈટ બિલનો કરંટ હવે નહીં લાગે! ઉનાળામાં વીજ બિલ ઘટાડવા અપનાવો આ 8 જાદુઈ ટિપ્સ

 

  • સ્વીચ બોર્ડના લાલ ઇન્ડિકેટરથી લઈને એસીના ફિલ્ટર સુધી- નાની ભૂલો સુધારો અને પૈસા બચાવો

  •  ટીવી રિમોટથી નહીં મેઈન સ્વીચથી બંધ કરવાની આદત પાડો; જાણો કેવી રીતે ‘ફેન્ટમ લોડ’ તમારી વીજળી વેડફે છે

  •  નિર્ધારિત લોડ કરતા વધુ વપરાશ પર લાગી શકે છે દંડ; સ્માર્ટ લોડ મેનેજમેન્ટથી બચાવો હજારો રૂપિયા

    ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘરોમાં એસી, ફ્રીજ અને કુલરનો વપરાશ વધવાને કારણે લાઈટ બિલમાં મોટો ઉછાળો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો મોંઘા બિલ માટે વીજ કંપનીઓને દોષ દેતા હોય છે, પરંતુ આપણી રોજિંદી કેટલીક નાની ભૂલો જ બિલ વધવા પાછળનું મુખ્ય કારણ હોય છે. જો થોડી સાવધાની રાખવામાં આવે તો બિલમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો ઘટાડો કરી શકાય છે.

    નાના ઇન્ડિકેટર અને સ્ટેન્ડબાય મોડનો ખતરો ઘણા ઘરોમાં સ્વીચ બોર્ડ પર જૂના લાલ રંગના ઇન્ડિકેટર હોય છે, જે સતત ૫ વૉટ વીજળી વાપરે છે. આખા ઘરના તમામ બોર્ડના ઇન્ડિકેટર ભેગા મળીને આખો દિવસ બિનજરૂરી વીજળી વાપરે છે. તેવી જ રીતે, ટીવીને માત્ર રિમોટથી બંધ કરવાથી તે ‘સ્ટેન્ડબાય મોડ’ પર રહે છે, જે વીજળીનો વપરાશ ચાલુ રાખે છે. હંમેશા મેઈન સ્વીચથી પાવર બંધ કરવાની આદત પાડવી જોઈએ.

    એસી અને ફ્રીજનું મેન્ટેનન્સ એસીના ફિલ્ટરમાં ધૂળ જામવાથી કમ્પ્રેસર પર લોડ વધે છે, જે બિલમાં વધારો કરે છે. નિયમિત ફિલ્ટર સાફ કરવાથી કુલિંગ ઝડપથી થાય છે. તેવી જ રીતે, ફ્રીજનું દરવાજો વારંવાર ખોલવાથી અંદરની ઠંડક બહાર નીકળી જાય છે અને ફ્રીજને ફરીથી તાપમાન સેટ કરવા વધુ પાવર વાપરવો પડે છે. જરૂર હોય ત્યારે જ ફ્રીજ ખોલવું હિતાવહ છે.

    લોડ મેનેજમેન્ટ છે અનિવાર્ય મોબાઈલ ચાર્જર કે લેપટોપ એડેપ્ટર વાપરતા ન હોવ ત્યારે પ્લગમાંથી કાઢી લેવા જોઈએ, નહીંતર તે ‘ફેન્ટમ લોડ’ તરીકે વીજળી વેડફે છે. આ ઉપરાંત, એસી અને ઇન્ડક્શન જેવા વધુ પાવર ખેંચતા ઉપકરણો એકસાથે ચલાવવાનું ટાળવું જોઈએ. જો તમે તમારા નિર્ધારિત કિલોવૉટ લોડ કરતા વધુ વીજળી વાપરો છો, તો વીજ કંપની દ્વારા પેનલ્ટી વસૂલવામાં આવે છે. આથી, ભારે ઉપકરણો વારાફરતી વાપરવા અને વીજળી બચાવવી એ જ સમજુ નાગરિકની ઓળખ છે.