સદગુરુ પ્રાથમિક વિધાલય દ્વારા 9મેંના રોજ સ્મૃતિઓનું પુનરાગમનનું આયોજન
- 50 માં વર્ષના મંગલ પ્રવેશને વધાવવા શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
સિટી ન્યૂઝ@રાજકોટ : શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદગુરુ પ્રાથમિક વિધાલય દ્વારા આગમી ૦૯ શનિવારના રોજ શાસ્રીમા ભવન ખાતે ભૂતપૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન યોજાશે.આ અંગેની માહિતી આપવા શાળાના આચર્ય અને શિક્ષકોએ રાજકોટ સીટી ન્યુઝની મુલાકાત લીધી હતી.
આચાર્ય તૃપ્તિ જોશીએ જણાવ્યું હતું કે હું શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદગુરુ પ્રાથમિક વિધાલયની આચાર્ય છું. અમારી સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.આ અંતર્ગત અમે સ્મૃતિઓનું પુનરાગમન અંગે કાર્યક્રમનું આયોજન કરાયું છે.વર્ષ ૧૯૭૭ થી અત્યાર સુધી અમારા શાળામાં ભણનાર વિદ્યાર્થીઓને મળવા બોલાવનાર છીએ.
આ અંગેનું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે.આગમી ૯ મેંને ગુરુવારના રોજ ૫.૩૦ વાગ્યે શાસ્ત્રી ભવન લીમડા ચોક પાસે ગોંડલ રોડ ખાતે આયોજન કરાયું છે. આપણે જાણીએ છીએ કે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ૨૭ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે.