Loading Please Wait !!!
આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢનો દબદબો

  • ધો.10 અને 12ના પરિણામમાં ફરી એકવાર
  • આલ્ફા વિદ્યા સંકુલ સમગ્ર રાજ્યમાં 99.99%PR સાથે ગુજરાત પ્રથમ
  • નિર્ભય જસાણીએ 99.99%PR સાથે બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવી રચ્યો ઈતિહાસ

સિટી ન્યૂઝ@જૂનાગઢ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા SSC 2026 ના પરિણામમાં જૂનાગઢ સ્થિત આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. NIT, IIT તેમજ MBBS ના પ્રવેશદ્વાર સમાન ગણાતી આ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની વણઝાર લગાવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ડંકો વગાડ્યો છે. આ અદભુત પરિણામ સંસ્થાની ગુણવત્તાયુક્ત શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોની મહેનતની સાબિતી આપે છે.આ ભવ્ય પરિણામનું મુખ્ય આકર્ષણ પોરબંદર જિલ્લાનું ગૌરવ એવો વિદ્યાર્થી નિર્ભય જસાણી રહ્યો છે. નિર્ભયે 99.99 PR મેળવીને સમગ્ર બોર્ડમાં પ્રથમ (1st) સ્થાન પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે.

વિશેષમાં, તેણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત એમ ચારેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવીને અકલ્પનિય સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થા દ્વારા ગ્રામ્ય વિદ્યાર્થીઓના આ ઉત્કર્ષમાં સહભાગી થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
નિર્ભય ઉપરાંત સંસ્થાના અન્ય તેજસ્વી તારલાઓએ પણ શાનદાર દેખાવ કર્યો છે. ગીર-સોમનાથના કૃષ્ણ હિતેશભાઈએ 99.36 PR (ગણિત-વિજ્ઞાનમાં 100 ગુણ), પોરબંદરના પાર્થ માલિયાએ 99.11 PR, જીલ દેસાઈએ 98.72 PR અને અમરેલીના ભવ્ય સાવલિયાએ 98.61 PR મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

આ સાથે જયશ્રી ગોઢાણિયા (96.22 PR), દેવા પરમાર (96.06 PR), વિવેક મજીઠીયા (95.90 PR), દેવાંગ ડોડિયા (95.90 PR) અને રાજુભાઈ કડછા (95.58 PR) જેવા વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ ગુણાંક સાથે પોતાના પરિવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આલ્ફા વિદ્યા સંકુલ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે ઉભરી આવી છે. વડાલ રોડ પર આવેલ આ સંકુલ બોયઝ અને ગર્લ્સ માટે અલગ કેમ્પસની સુવિધા ધરાવે છે. આ ઐતિહાસિક પરિણામ બદલ શાળાના સંચાલકો દ્વારા તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે.