1 જૂનથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ
સિટી ન્યૂઝ@ગાંધીનગર : ગુજરાતમાં વસતી ગણતરીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ગેઝેટ મુજબ રાજ્યમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવારદીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક આપવામાં આવશે. 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે.વસતી ગણતરીના પ્રથમ તબક્કાના ભાગરૂપે 1 જૂથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાશે. ઘરે ઘરે જઈ કર્મચારીઓ દ્વારા પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે. 1 જૂનથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિસ્ટિંગ કાર્યવાહી શરૂ થશે. આ પહેલા 17 મે થી 31 મે સુધી લોકો જાતે માહિતી નોંધાવવાની તક પણ આપવામાં આવશે. વસતી ગણતરીને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. તા. 10 મે થી 15 મે 2026 દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરવામાં આવશે અને રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે.