Loading Please Wait !!!
હિટ એન્ડ રન બાદ પણ આરોપી ફરાર: રઘુવંશી સમાજ રસ્તા પર ઉતર્યો

કે.ડી.રઘુવંશીના અકસ્માતમાં શંકા: પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ગત એપ્રિલ માસમાં રઘુવંશી સમાજનાં અગ્રણીને રીક્ષા હડફેટે ઇજા પહોંચાડી રીક્ષા લઇ નાસી જનાર અજાણ્યા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે હજુ સુધી ધરપકડ નહીં કરતા આજરોજ રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાનોએ બેનર સાથે રેલી કાઢી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું સાથે રીક્ષા ચાલક સામે ત્વરીત કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગત તા.18 એપ્રિલનો રોજ રઘુવંશી સ્વાભિમાન સંમેલનના આયોજન સમયે સાંજે 4 કલાકે રામાપીર ચોકડી પાસે સંગઠનના સ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (ધવલભાઇ કાછેલા)ને એક અજાણ્યા રીક્ષા ચાલકે પાછળ પુરઝડપે આવી હડફેટે લઇ ફ્રેક્ચર ઇજા પહોંચાડી નાસી જતા આ અંગેની પોલીસમાં ફરિયાદ (એફઆઇઆર) નોંધાવવા છતાં હજુ સુધી પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.

વધુમાં જણાવ્યા પ્રમાણે આ ઘટનાના સીસીટીવી ફકુટેજ અને અનેક લોકો ઘટના સ્થળે હાજર સાક્ષીઓ તમામ પુરાવા હોવા છતાં આ હીટ એન્ડ રનની ઘટનામાં હજુ સુચી રીક્ષા ચાલક આરોપીની ધરપકડ કેમ નહી? આ અકસ્માત અતિ જીવલેણ હોવા છતાં આરોપી વિરુધ્ધ બીએનએસની કલમ 66(2) 109, 117 (2) કલમનો ઉમેરો કરવામાં આવે સાથે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગણી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ના છુટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.