Loading Please Wait !!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

 

  • 17 સપ્ટેમ્બર 2026ના રોજ પીએમ મોદી મનાવી રહ્યા છે પોતાનો 76મો જન્મદિવસ

  • દેશભરમાં જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

  • આગામી એક મહિના સુધી વિવિધ સામાજિક અભિયાનોનું કરવામાં આવશે આયોજન

સિટી ન્યુઝ @ વિશેષ અહેવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં અનેકવિધ ઉત્સાહભર્યા અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ અવસર પર દેશભરમાં 76,000 દીવા પ્રગટાવવાથી લઈને બાઈક યાત્રા અને વિવિધ સાંસ્કૃતિક તથા સામાજિક આયોજનો કરવામાં આવ્યા છે. પીએમ મોદીના જન્મદિવસે શરૂ થયેલી આ ઉજવણી આગામી એક મહિના એટલે કે 17 ઓક્ટોબર સુધી 'સેવ સંકલ્પ અભિયાન' તરીકે ચલાવવામાં આવશે.

આ એક મહિનાના અભિયાન દરમિયાન દેશભરમાં બ્લડ ડોનેશન કેમ્પ, નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ, વિસ્તૃત સ્વચ્છતા અભિયાન, મોટા પાયે વૃક્ષારોપણ અને અંગદાન જાગૃતિ અભિયાન જેવા અનેક જનહિતના કાર્યો હાથ ધરવામાં આવશે. આ પ્રકારના આયોજનોનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ સુધી સેવા અને જાગૃતિ પહોંચાડવાનો છે, જેમાં નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

સેવા અને જનકલ્યાણની સંસ્કૃતિ

જન્મદિવસ જેવા વિશેષ અવસરોને માત્ર ઉત્સવ તરીકે ઉજવવાને બદલે તેને જનસેવા, પર્યાવરણ જાગૃતિ અને સ્વાસ્થ્ય જેવા રચનાત્મક કાર્યો સાથે જોડવાથી સમાજમાં એક સકારાત્મક સંદેશ અને ઊર્જાનો સંચાર થાય છે.

દિલ્હીમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76 માં જન્મદિવસની ઉજવણીના ભાગરુપે દિલ્હીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે. જેમાં 2500 યૂનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. આ સિવાય સીનિયર નાગરિકો માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. દિલ્હીમાં અંદાજે 13,280 કરોડ રુપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ થશે. 

સામુહિક દીપ પ્રાગટ્ય

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સામુહિક દીપ પ્રાગટ્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાના ઘરોમાં સાંજે આશીર્વાદનો દીવો કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ સિવાય દેશભરના ઘણા રાજ્યોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં ભવ્ય દીપ પ્રાગટ્ય

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં ખાસ રીતે થવાની છે. જેમાં અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં 5000 લોકોની હાજરીમાં મહાઆરતી થશે અને 76000 દીવા કરવામાં આવશે. ગુજરાતના મહેસાણામાં 76000 છોડનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે સૂરતમાં 10 લાખ થી વધુ માટીના દીવા પ્રજ્વલિત કરવામાં આવશે. 

40000 કિમીની બાઈક યાત્રા

વડાપ્રધાન મોદીની જન્મભૂમિ વડનગરથી વારાણસી સુધી સેવા સંકલ્પ બાઈક યાત્રા કરવામાં આવશે. જેમાં 1000 યુવાનો જોડાશે. 40,000 કિમીની આ બાઈક યાત્રા 10 રાજ્યો, 193 જિલ્લા અને 1159 ગામમાંથી પસાર થશે.  

આ રીતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.