શ્રીનગર ગઢવાલમાં જમીન સ્તરે ઓઝોન પ્રદૂષણ ૮૮૦ માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું
-
ઠંડી અને ગરમ હવાનું પડ બનવાથી ખીણમાં જમા થઈ જાય છે ઘાતક પ્રદૂષણ
-
શ્રીનગરમાં વર્ષ દરમિયાન ૨૬ દિવસ ઓઝોન પ્રદૂષણ રાષ્ટ્રીય સરેરાશથી રહ્યું ઉપર
-
હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા આશ્ચર્ય વ્યક્ત
સિટી ન્યુઝ @ દહેરાદુન
પ્રદૂષણ શબ્દ સાંભળતા જ સામાન્ય રીતે દિલ્હી, કાનપુર કે લખનૌ જેવા મોટા શહેરો મગજમાં આવે છે, પરંતુ હવે પહાડી ક્ષેત્રો પણ આના મારથી બાકાત રહ્યા નથી. ઉત્તરાખંડના શ્રીનગર ગઢવાલમાં જમીન સ્તરે ઓઝોન પ્રદૂષણે દેશભરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રીનગરમાં ગત વર્ષે ૧૯ ડિસેમ્બરે એક કલાક માટે ઓઝોન પ્રદૂષણ ૮૮૦ માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી વધુ નોંધાયું હતું, જે દેશના અત્યાર સુધીના ઓલટાઈમ હાઈ રેકોર્ડથી પણ બે ગણું વધારે છે. સરખામણી કરીએ તો, અગાઉ દિલ્હીના મથુરા રોડ સ્ટેશન પર ૧૯ મે ૨૦૨૫ના રોજ ધરાતલીય ઓઝોનનું સર્વાધિક સ્તર ૪૭૨ માઈક્રોગ્રામ (આઠ કલાકની સરેરાશ) નોંધાયું હતું, જ્યારે શ્રીનગરમાં ૮ કલાકની સરેરાશ ૬૩૪.૧૩ માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર રહી હતી, જે ૧૦૦ માઈક્રોગ્રામની રાષ્ટ્રીય સીમા કરતા લગભગ ૬ ગણી વધુ છે. શ્રીનગરમાં વર્ષ દરમિયાન ૨૬ દિવસ ઓઝોન પ્રદૂષણ રાષ્ટ્રીય સરેરાશથી ઉપર રહ્યું હતું.
આ અસાધારણ સ્થિતિ પાછળ ભૌગોલિક કારણો જવાબદાર છે, જેમાં અનેકવાર જમીન પાસે ઠંડી અને ઉપર ગરમ હવાનું પડ બની જવાથી પ્રદૂષણ ઉપર ફેલાવાને બદલે ખીણમાં જ જમા થઈ જાય છે. ગઢવાલ યુનિવર્સિટીના પર્યાવરણ વિભાગના એચઓડી ડો. વિજય શ્રીધરે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે પહાડી વિસ્તારમાં સપાટી પર ઓઝોનની આટલી ઊંચી માત્રા અત્યંત ચોંકાવનારી છે અને તેના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.
પર્યાવરણ અને પહાડી ઇકોસિસ્ટમ
શુદ્ધ હવા માટે જાણીતા પહાડી ક્ષેત્રોમાં વધી રહેલું આ પ્રકારનું પ્રદૂષણ માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ એક ગંભીર સંકટ બનીને ઉભરી રહ્યું છે, જેના માટે સમયસર નક્કર પગલાં લેવા જરૂરી છે.
ઓઝોન વધવાથી શ્વાસ સબંધી પરેશાનીઓ
શ્રીનગર વિશ્વ વિદ્યાલયનાં પ્રોફેસર ડો.આલોક ગૌતમે જણાવ્યું હતું કે વાહનો અને અન્ય ોતોમાંથી નીકળનાર નાઈટ્રોજન ઓફસાઈડ બાષ્પશીલ કાર્બનીક યોગીક સુર્યપ્રકાશમાં પ્રતિક્રિયા આપીને ધરતીની સપાટી પાસે ઓઝોનનું નિર્માણ કરે છે તેની માત્રાનું વધવુ ખતરનાક હોય છે.
આ થાય છે નુકશાન
ઓઝોન પ્રદુષણથી આંખ, નાકમાં બળતરા, ઉધરસ અને શ્વાસ સાથે સંકળાયેલી પરેશાની થઈ શકે છે.