Loading Please Wait !!!
દૂધ અને દહીં એન્ટિબાયોટિક દવાની અસર ઓછી કરે છે!

  • પાચન તંત્રમાં કેલ્શિયમ દવાના શોષણમાં વિઘ્ન બને છે!
  • સંતરા અને ટમેટા જેવા ફળોથી દવાની અસર ઘટે!
  • સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અભ્યાસમાં ચોંકાવનારી બાબતો સામે આવી!

સિટી ન્યુઝ @ હેલ્થ 

સવારની ચા, બપોરનું દહીં, સાંજની કોફી કે રાત્રે લેવાતી વાઇન જેવી ખાણીપીણીની આદતો એન્ટિબાયોટિક દવાઓની અસરને ગંભીર રીતે ઘટાડી શકે છે, અને આહારમાં યોગ્ય ફેરફાર કરીને આ પરેશાનીથી બચી શકાય છે.

ભારત અને જર્મની સહિત અનેક દેશોના સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવેલા અધ્યયન મુજબ ભોજન અને દવાઓનું આ રિએક્શન દરેક એન્ટીબાયોટિકના હિસાબે અલગ-અલગ હોય છે, જેમાં દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ અને કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ ખાસ અવરોધરૂપ બને છે.

પેટ અને પાચન તંત્રમાં મોજુદ કેલ્શિયમ એન્ટિબાયોટિક દવાના અણુઓ સાથે જોડાઈને એક એવું સંયોજન બનાવે છે જેને શરીર સરળતાથી શોષી શકતું નથી, પરિણામે દવાની માત્ર ખૂબ જ ઓછી માત્રા લોહી સુધી પહોંચે છે અને તેની કોઈ અસર થતી નથી.

આ અભ્યાસમાં વધુમાં ખુલાસો થયો છે કે માત્ર ડેરી જ નહીં પરંતુ સંતરા, મોસંબી, ગ્રેપફ્રુટ અને ટમેટા જેવા ખાટા અને સાઇટ્રસ ફળો પણ દવાઓની પચવાની પ્રક્રિયામાં સીધા વિઘ્નો ઊભા કરે છે.

ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સલાહ મુજબ કોઈપણ એન્ટિબાયોટિક કોર્સ શરૂ કરતા પહેલા આહાર સંબંધી યોગ્ય માર્ગદર્શન મેળવવું અનિવાર્ય છે જેથી દવા શરીરમાં પૂરેપૂરી અસર કરી શકે.

દવાઓનું સેવન અને આહાર શિસ્તનું મહત્વ

સ્વાસ્થ્ય સારવાર દરમિયાન દવાઓ સાથે લેવાતા ખોરાક અને પેય પદાર્થોની જાણકારી રાખવી અત્યંત આવશ્યક છે. ખોટી ખાણીપીણીની આદતો મોંઘી દવાઓની અસરને નહિવત બનાવીને સ્વાસ્થ્ય સુધારણામાં અડચણરૂપ બની શકે છે.

શરીરમાં કેફીનના તૂટવા કે પાચનની ગતિ થઇ શકે છે ધીમી
આ ઉપરાંત અત્યાધિક ખટાશવાળા ખાદ્ય પદાર્થ, લીંબુ, સંતરા અને ટમેટા દવાઓની સ્થિરતાને અસર કરી શકે છે.

દર્દીએ દવા લેવામાં શું સાવધાની રાખવી જોઇએ
જ્યારે ડોક્ટર એન્ટિબાયોટિક દવા લખી દે તે સ્પષ્ટ રીતે પૂછી લેવું જોઇએ કે દવા જમવાની સાથે લેવાની છે કે ખાલી પેટ. જો દવાની સાથે દૂધ કે કેલ્શિયમની મનાઇ છે તો દેવા-લેવા અને ડેરી પ્રોડક્ટ ખાવા દરમિયાન ઓછામાં ઓછા બે કલાકનું અંતર રાખો. કાગળ પર અપાયેલી ગાઇડલાઇન્સને ધ્યાનથી વાંચો કે શું કેફીન કે ખાટાં ફળોથી પરેજી પાળવાની છે. દરેક એન્ટિબાયોટિકનો અલગ વ્યવહાર હોય છે.