Loading Please Wait !!!
હનુમાન ડેરીઓ તોડવામાં શૂરવીર મનપા ભાજપ નેતાઓ સામે ઘૂંટણિયે?


=> Power હોય તો બધુ મંજૂર ? કોર્પોરેટરો અને નેતાઓ સામે કાયદો મૌન

=> પ્રજાના ઘર તોડી નાંખ્યા નેતાઓના બાંધકામ પર માત્ર નોટિસ; રાજકોટમાં મનપાની ડબલ રમત ખૂલ્લી પોલ?

=> વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર છના ભાજપના બે કોર્પોરેટરોના ત્રણ બાંધકામોને 260 (1) અને 260 (2) મુજબ નોટિસો આપી દેવાઈ પણ ડિમોલેશન થયું

=> ભાજપના કોર્પોરેટરો અને તેના સગા સંબંધીઓને ગેરકાયદેસર બાંધકામ કરવાની છૂટ, પ્રજાના શીશ મહેલ સમાન મકાનોનું ડીમોલેશન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા તાજેતરમાં મવડી વિસ્તારમાં 13 જેટલી માતાજી અને હનુમાનજી મહારાજની ડેરીનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ સમયે પ્રજાના વિરોધ અને રામધૂન વચ્ચે પણ ટીપી શાખાના અધિકારીઓએ શૂરવીરતા દેખાડી હનુમાનજીની ડેરી પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કરી નાખ્યું હતું. જોકે આજ ટીપી શાખાની ટીમ ભાજપના કોર્પોરેટરો દ્વારા થતા ગેરકાયદેસર બાંધકામો સામે ઘૂંટણીયે પડી ગઈ છે. આ ગેરકાયદેસર બાંધકામોને ડિમોલેશન કરવાની જગ્યાએ માત્ર નોટિસો આપી ડિંડક કરી રહી છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો શહેરના વોર્ડ નંબર 5માં પેડક રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ અંગે કોર્પોરેટરના સબંધી ગોરધનભાઈ ધરમશીભાઈ લુણાગરિયાને પણ રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ ઝોન કચેરીના  એટીપી દ્વારા 260(1) અને 260(2) મુજબ 9/11/2024 ના રોજ નોટિસોફ્ટ કરવામાં આવી હતી. આમ છતાં  માર્જિનની જગ્યા છોડ્યા વગર સો ટકા ઊભું કરાયેલું બાંધકામનું ડિમોલેશન કરવામાં ટીપી શાખા આંખ મીંચામણાં કરી રહી છે..જ્યારે વોર્ડ નંબર છ ની અંદર રાજકોટ મહાનગરપાલિકાની વીરા વસુલાત વોર્ડ નંબર 6ની ઓફિસની પાછળના ભાગમાં  માણેક પાર્કની સામે આવેલા ભાજપના કોર્પોરેટર દ્વારા માર્જિનની જગ્યા છોડ્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.આ આ અંગે અગાઉ પણ રાજકોટ હાનગરપાલિકાની પૂર્વ ઝોન ટીપી શાખાના અધિકારી દ્વારા સમ્યાનતરે 260 (1) અને 260 (2)ની નોટિસ આપવામાં આવી છે આમ છતાં આ દબાણ દૂર કરી શકાયું નથી. 

આ ઉપરાંત અગાઉ ભાજપના કોર્પોરેટર પરેશ પીપડીયા દ્વારા શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી સોસાયટીમાં 18 મીટરના રોડમાં કેનાલ ઉપર 6 મીટર જગ્યા પર ગેરકાયદેસર ૬ દુકાનો અને ૫ મકાનો ઉભા કરી દેવાતા રોડ ટૂંકો થઈ ગયો છે. આ દુકાનો અને મકાનો અન્ય લોકો ને વેચી નાખીને કૌભાંડ આચાર્યનો જે તે  સમયે આક્ષેપો થયા હતા.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢળિયાના પતિ દ્વારા સંત કબીર રોડ ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દુકાનો અંગેના બાંધકામનો પણ વિભાગ સર્જાયો હતો.