Loading Please Wait !!!
ફર્સ્ટ-ડે : મેયર નેહલ શુક્લે અધિકારીઓની મિટિંગ કરી કામ પૂરું કે અધૂરું પૂરો ડેટા આપો


=> ઇંધણ કટોકટીમાં 70% મનપાનું પેટ્રોલ ડીઝલ બચાવવાનો ટાર્ગેટ : મેયર નેહલ શુક્લ

=> અધિકારીઓને મેયરનો કડક આદેશ હવે કામમાં નહીં ચાલે ઢીલાશ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં આજે નવા મેયર તરીકે સ્નેહલ શુક્લના નામની જાહેરાત થયા બાદ તેમણે તરત જ મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા જ તેમણે તમામ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

બેઠક દરમિયાન મેયરે સ્પષ્ટ સૂચના આપી કે શહેરમાં પૂર્ણ થયેલા તમામ વિકાસ કાર્યોનો વિગતવાર ડેટા તાત્કાલિક રજૂ કરવામાં આવે. સાથે જ હાલ ચાલી રહેલા કામોની સ્થિતિ અંગે સંપૂર્ણ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.

મેયર સ્નેહલ શુક્લે ખાસ કરીને પારદર્શિતા અને કામકાજની ગતિ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દરેક પ્રોજેક્ટની પ્રગતિ અંગે સ્પષ્ટ માહિતી હોવી જરૂરી છે જેથી વિકાસ કાર્યોમાં કોઈ વિલંબ ન થાય. આ ઉપરાંત, દેશમાં ચાલી રહેલી પેટ્રોલ કટોકટીને ધ્યાનમાં રાખીને શહેરમાં ઇંધણ બચત માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે સૂચના આપી કે શક્ય તેટલી ૭૦ ટકા સુધી ઇંધણ બચત માટે આયોજન તૈયાર કરવામાં આવે. મેયરના આ તાત્કાલિક અને કડક પગલાંને કારણે રાજકોટના પ્રશાસનમાં ઝડપ અને જવાબદારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નાનપણથી જ મારા પિતાને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. પક્ષે મને જવાબદારી આપી છે તે માટે મારા માતા-પિતાના ચરણમાં વંદન કરું છું. ગુજરાતના પનોતા પુત્ર સ્વ. વિજય રૂપાણી અને અંજલિબેનને પણ યાદ કરીને તેમના સ્નેહ અને પ્રેમની અપેક્ષાએ જવાબદારી સંભાળીશ. ઘણું કરવાનું છે અઢી વર્ષ રાજકોટની જનતા ભાજપ પાસે જે અપેક્ષા રાખી રહી છે તે પૂરી કરવાનો પ્રયાસ કરીશું. આ માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદીએ યુદ્ધના કારણે કરકસરના પગલાં લેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાહિતનાએ પણ વિવિધ પગલાં લીધા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વાહનોનો ખર્ચ ૭૦ ટકા ઘટાડવાની જાહેરાત કરું છું અને કોઈ લાંબો સમય પસાર કરવો નથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવ્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજકોટના વિકાસ માટે કામ શરૂ કરીશું.