બ્રિક્સ સંમેલનમાં વિદેશી મહેમાનોને પીરસવામાં આવશે ભારતીય સ્વાદ
-
'ટ્રીશીશન ટુ ટેબલ' થીમ પર તાજમહાલ હોટેલ કરશે સ્વાગત
-
કાશ્મીરી અખરોટ, ભાખરવડી અને મિની કચોરી મેનુમાં સામેલ
-
ધી લીલા પેલેસ દ્વારા તૈયાર કરાયું વિશેષ કમળનું ફૂલ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ સંમેલનને લઈને વિદેશી મહાનુભાવોને અદ્ભુત ભારતીય સ્વાદ પીરસવા માટે રાજધાનીની લક્ઝરી હોટેલોમાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આગામી ૧૨-૧૩ સપ્ટેમ્બરે યોજાનારી આ સમિટમાં દુનિયાભરના દેશોના મહેમાનો ભાગ લેવાના છે, જેના માટે બ્રિક્સ ડેલીગેટ્સની મુખ્ય ત્રણ હોટેલો—ધી લીલા, તાજમહેલ અને ધી લલિત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હીની તાજમહાલ હોટેલ `ટ્રીશીશન ટુ ટેબલ' થીમ પર ડેલીગેટ્સનું સ્વાગત કરશે. અહીંના કુકિંગ કન્સેપ્ટમાં કાશ્મીરનો મસાલેદાર અખરોટ, જૂની દિલ્હીના મેદા કાજુ, મહારાષ્ટ્રની ભાખરવડી, રાજસ્થાનની મીની કચોરી, બંગાળની કુચો નિમકી અને તમિલનાડુનું મુરૂક્કુ સામેલ કરવામાં આવ્યું છે. હોટેલના જનરલ મેનેજર ડો. અનમોલ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે પાંચ દાયકાથી આ હોટેલ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરતી આવી છે.
બીજી તરફ, ધી લીલા પેલેસ દ્વારા ડેલીગેટ્સ માટે એક ખાસ ખાવા-પીવાનો અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે. આ અનુભવ દેશના વારસાને આધુનિક વિચાર સાથે રજૂ કરે છે, જેના માટે હાથેથી બનાવેલું એક ખાસ કમળનું ફૂલ તૈયાર કરાયું છે. ગુલાબ, કેસર અને એલચીથી બનેલ તથા દેશી ભારતીય ફળો સાથે પીરસવામાં આવનારી આ કમળની આકૃતિ ભારતની કારીગરીનો અનોખો સંગમ દર્શાવે છે.
`ધ લલિત' હોટેલે પણ બ્રિક્સ સમિટ માટે ખાસ મેનુ તૈયાર કર્યું છે, જેમાં ગલોટી કબાબ અને તંદુરમાં બનેલી રોટી જેવી કલાસિક ડિશીઝને નવા અંદાજમાં રજૂ કરાઈ છે. આ સાથે મિલેટ (શ્રી અન્ન)માંથી બનેલી અનેક વાનગીઓ પણ સામેલ છે, જે ભારતની પોષણ સંબધી પરંપરાઓને ઉજાગર કરે છે. આમાં મિસો પેસ્ટ સાથે બ્રેઝ્ડ બેંગન, ધીમા તાપે પકાવેલી ચાઈનીઝ કેબેજ અને જાપાની સ્ટાઈલની મીઠી રાજમાનો પણ સમાવેશ થાય છે.
સાંસ્કૃતિક અને ખાધ સંસ્કૃતિનો સમન્વય
બ્રિક્સ સમિટ દરમિયાન દિલ્હીની આ પ્રતિષ્ઠિત હોટેલો દ્વારા કરવામાં આવેલી આ ખાધ તૈયારીઓ માત્ર મહેમાનોનું સ્વાગત જ નહીં પરંતુ ભારતની સમૃદ્ધ ખાન-પાનની પરંપરાઓ અને સાંસ્કૃતિક વિવિધતાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે.