અમદાવાદમાં અદાણી સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકાયો આજથી!
-
પ્રતિ કિલો 4.45 રૂપિયાનો ઝીંકાયો મોંઘવારીનો નવો ઝાટકો!
-
સીએનજીનો ભાવ પહોંચ્યો 98.47 રૂપિયાની ઊંચી સપાટીએ આજે!
-
દિવાળી ટાણે જ રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક બોજ!
સિટી ન્યુઝ @ અમદાવાદ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે તહેવારોના સમયે લોકોની ચિંતા વધી ગઈ છે.
આ અગાઉ ઓગસ્ટ 2026 માં પણ અદાણી ગેસ દ્વારા પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરાયો હતો, જેથી CNG નો ભાવ 94.20 રૂપિયા પર પહોંચ્યો હતો. હવે ફરીથી 4.45 રૂપિયાનો વધારો થતાં અમદાવાદમાં અદાણી CNG નો નવો ભાવ વધીને પ્રતિ કિલો 98.47 રૂપિયાની ઉચ્ચી સપાટીએ પહોંચી ગયો છે.
ગેસના સતત વધતા જતા ભાવને કારણે ખાસ કરીને રોજિંદી કમાણી પર નભતા રિક્ષાચાલકોમાં ભારે અસંતોષ અને નારાજગી ફેલાઈ ગઈ છે. રિક્ષાચાલકોની મુખ્ય રજૂઆત છે કે ગેસ મોંઘો થઈ રહ્યો છે પરંતુ તે અનુસારે વાહન વ્યવહાર કમિશનર દ્વારા રિક્ષાભાડામાં પૂરતો વધારો મંજૂર કરવામાં આવતો નથી.
અગાઉ પણ ભાડા વધારા અને ઓનલાઈન કેબ કે રિક્ષા એપ્લિકેશનો સામે રિક્ષાચાલકોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં દિવાળીની ખરીદી અને પ્રવાસના આયોજન વચ્ચે આવેલા આ નવા ભાવવધારાને કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોનું ઘરનું માસિક બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
તહેવારોની ખુશીઓ વચ્ચે ગેસના ભાવમાં થયેલા આ જંગી વધારાથી જનતાના ખિસ્સા પર ભારે આર્થિક ભારણ વધી ગયું છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
તહેવારોમાં મોંઘવારીનો માર અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ
જ્યારે પણ તહેવારોની મોસમ નજીક આવે છે, ત્યારે આમ જનતા આશા રાખતી હોય છે કે તેમને રાહત મળશે, પરંતુ અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કરાયેલો અધધ વધારો પ્રજાના ઉત્સાહ પર પાણી ફેરવી દે છે. રોજિંદી કમાણી પર નભતા રિક્ષાચાલકો માટે આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. ગેસના સતત વધતા ભાવ સામે યોગ્ય ભાડા વધારો ન મળવાથી સામાન્ય નાગરિકોનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.