Loading Please Wait !!!
ભારતમાં 97 ટકા મોબાઈલ યુઝર્સ સ્પામ કોલથી પરેશાન!

 

  • વણમાગ્યા કોલ કરનાર કંપનીઓ અને બ્રેન્ડ્સ હવે જવાબદાર!

  • મોટાભાગના સ્પામ કોલ્સ સામાન્ય 10 મોબાઈલ નંબરોથી આવે!

  • રોજ ત્રણથી વધુ સ્પામ કોલથી નાગરિકો ત્રસ્ત બન્યા!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

લોકલ સર્કલ્સના તાજેતરના એક સર્વે અનુસાર ભારતમાં 97 ટકા મોબાઈલ યુઝર્સ રોજ સ્પામ અને વણમાગ્યા કોલથી ભારે પરેશાન થઈ રહ્યા છે, જે ડિજિટલ યુગમાં નાગરિકોની ગોપનીયતા અને માનસિક શાંતિ સામે મોટો પ્રશ્નોર્થ ઊભો કરે છે.

આ સર્વેના ચોંકાવનારા આંકડા મુજબ 79 ટકા લોકોને રોજ ત્રણથી વધુ સ્પામ કોલ પ્રાપ્ત થાય છે, અને આશ્ચર્યજનક રીતે 73 ટકા વણમાગ્યા કોલ્સ સામાન્ય 10 આંકડાવાળા મોબાઈલ નંબરોથી આવે છે જે ખાનગી વ્યક્તિઓ કે વિવિધ કંપનીઓના હોઈ શકે છે.

આ ગંભીર સમસ્યા પર કડક લગામ લગાવવા માટે કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ મંત્રાલય દ્વારા નવા દિશા-નિર્દેશોનો મુસદો રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત માત્ર કોલ કરનારને જ નહીં પરંતુ સંબંધીત કંપનીઓ અને બ્રેન્ડ્સને પણ જવાબદાર ઠેરવવાનો પ્રસ્તાવ છે.

સર્વેના ડેટા પર નજર કરીએ તો 18 ટકા લોકોને 1-2 કોલ, 32 ટકા લોકોને 3-5 કોલ, 21 ટકા લોકોને 6-10 કોલ અને 26 ટકા લોકોને 10થી વધુ સ્પામ કોલ રોજ મળે છે, જ્યારે ભાગ્યે જ કોલ આવતા હોય તેવા પ્રમાણ માત્ર 3 ટકા છે.

વણમાગ્યા પ્રમોશનલ કોલ્સ મોટે ભાગે અલગ-અલગ મોબાઈલ નંબરો (45 ટકા), બ્રાન્ડ કે કંપનીના નંબરો (28 ટકા), ટોલ ફ્રી નંબરો (13 ટકા) અને લેન્ડલાઇન નંબરો (7 ટકા) દ્વારા આવતા હોવાનું બહાર આવ્યું છે, જેના પર હવે કડક નિયંત્રણોની જરૂર છે.

સ્પામ અને વણમાગ્યા કોલ સામે સરકારી કડકાઈ

ભારતમાં મોબાઈલ યુઝર્સ માટે સ્પામ કોલ્સ એક ગંભીર સમસ્યા સમાન બની ગયા છે, જ્યાં રોજ લાખો લોકો વણમાગ્યા પ્રમોશનલ કોલથી હેરાન થાય છે. ગ્રાહક સંરક્ષણ દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો હેઠળ હવે માત્ર કોલ કરનારની સાથે સંબંધીત કંપનીઓ અને બ્રાન્ડ્સને પણ સીધી જવાબદાર ઠેરવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કડક પગલાંથી ડિજિટલ ઉત્પીડન અટકશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.