૧,૦૦,૦૦,૦૦૦ ના ફંડિંગ પર ફસાયા અભિજીત દીપકે, RTI એક્ટિવિસ્ટે કરી તપાસની માંગ!
-
દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને છાત્ર આંદોલન બાદ વિવાદોમાં ઘેરાયા અભિજીત દીપકે.
-
કોકરોચ જનતા પાર્ટીના લીગલ ડિફેન્સ ફંડના સ્રોત અંગે પારદર્શિતાની માંગ કરાઈ છે.
-
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯એ હેઠળ પક્ષની નોંધણી અંગે સવાલો થયા છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને છાત્ર આંદોલન ખતમ કર્યા પછી અભિજીત દીપકે નવી કાનૂની મુશ્કેલીમાં ફસાતા દેખાઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના લીગલ ડિફેન્સ ફંડ પર મોટા સવાલો ઊભા થયા છે અને સાથે જ એવો સવાલ પણ પૂછવામાં આવ્યો છે કે અભિજીત દીપકેના પિતા ભગવાનરાવ દીપકે પાસે એમને અમેરિકા મોકલવા માટે નાણાં ક્યાંથી આવ્યા, જ્યારે કે તેઓ એક નિવૃત્ત કર્મચારી છે.તના સુરત જિલ્લાના RTI એક્ટિવિસ્ટ અમિત તિવારીએ CJP ના લીગલ ડિફેન્સ ફંડ અને અભિજીત દીપકેના પિતાની આર્થિક સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ભારતીય ચૂંટણી પંચ (ECI) અને સેન્ટ્રલ જીએસટી બોર્ડના અધિકારીઓ પાસે કરી છે. તેમણે લખેલા પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે નિવૃત્ત સરકારી કર્મચારી પોતાના પુત્રને હાયર એજ્યુકેશન માટે અમેરિકા કેવી રીતે મોકલી શક્યા અને કોકરોચ જનતા પાર્ટીના એક કરોડના લીગલ ડિફેન્સ ફંડનું વાસ્તવિક સત્ય શું છે?
આ ઉપરાંત RTI કાર્યકર્તાએ એ પણ સવાલ ઉઠાવ્યો છે કે શું કોકરોચ જનતા પાર્ટી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯એ હેઠળ રજિસ્ટર્ડ છે કે નહીં? જો પાર્ટીનું સત્તાવાર રજિસ્ટ્રેશન નથી થયું તો આ સંગઠન એક રાજકીય પક્ષની જેમ કેવી રીતે કામ કરી રહ્યું છે અને તેને લીગલ ડિફેન્સ ફંડના રૂપમાં રૂ. ૧ કરોડ કેવી રીતે મળી રહ્યા છે તેની પણ ચૂંટણી પંચ દ્વારા ગંભીરતાથી તપાસ થવી જોઈએ.
આ સમગ્ર પ્રકરણ સામે આવવાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, અને આગામી દિવસોમાં આ મામલે વહીવટી તથા કાનૂની સ્તરે તપાસના ચક્રો ગતિમાન થવાની પૂરી સંભાવના છે.
સંબંધિત પક્ષો અને આગેવાનો દ્વારા આ આક્ષેપો સામે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ વિવાદે આંદોલનકારીઓની આર્થિક પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂકી દીધા છે.