Loading Please Wait !!!
આમિર ખાનને સ્ક્રીન આઇકન એવોર્ડથી સન્માનિત કરાશે

 

  • સેઇન્ટિ સેવનમા સિંગાપુર ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળશે

  • આશુતોષ ગોવારીકર પણ કાર્યક્રમમાં સામેલ થશે

  • મિશેલ યો અને જોઆન શેનને અગાઉ એવોર્ડ મળ્યો

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન માટે એક ખૂબ જ ગર્વની ક્ષણ સામે આવી છે, જ્યાં તેમને આગામી ૩૭મા સિંગાપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (SGIFF) માં પ્રતિષ્ઠિત 'સ્ક્રીન આઇકન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે. આ વૈશ્વિક મંચ પર અભિનેતાની સિનેમેટિક સફર અને સિનેમા જગતમાં તેમના અમૂલ્ય યોગદાનની નોંધ લેવામાં આવી છે, જેનાથી સમગ્ર દેશના ફિલ્મ રસિકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

આ સન્માનની સાથે-સાથે તેમની ઓસ્કાર નોમિનેટેડ અને અત્યંત લોકપ્રિય ફિલ્મ 'લગાન' ના ૨૫ વર્ષ પૂરા થવા પર ફેસ્ટિવલમાં ફિલ્મની એક વિશેષ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવશે. આ ખાસ અવસર પર આમિર ખાન સાથે ફિલ્મનાં નિર્દેશક આશુતોષ ગોવારીકર પણ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે, જે આ ઉજવણીને વધુ યાદગાર બનાવશે.

ફિલ્મ ફેસ્ટિવલના આ કાર્યક્રમ દરમિયાન આમિર ખાન માત્ર એવોર્ડ સ્વીકારવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ તેઓ એક વિશેષ ચર્ચા (ઇન-કન્વર્સેશન ડિસ્કશન) નો ભાગ પણ બનશે, જ્યાં તેઓ પોતાના ફિલ્મી કરિયર, અનુભવો અને અભિનયની સફર વિશે વૈશ્વિક દર્શકો અને કલાકારો સાથે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ પ્રતિષ્ઠિત 'સ્ક્રીન આઇકન એવોર્ડ' હોલીવુડ અને વિશ્વ સિનેમાના દિગ્ગજો જેમ કે 'ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી 2' અને 'વિકડ' જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી મિશેલ યો તેમજ પ્રખ્યાત કલાકાર જોઆન શેનને એનાથ કરવામાં આવી ચૂક્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કલાકારો અને ફિલ્મોને મળતું આ પ્રકારનું સન્માન આપણા દેશી સિનેમાની વધતી જતી વૈશ્વિક પહોંચ અને પ્રભાવની સાક્ષી પૂરે છે. આમિર ખાનની પરફેક્શનવાદી અભિનય શૈલી અને ઉત્કૃષ્ટ વિષયવસ્તુની પસંદગી હંમેશાં વિશ્વભરના દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.

આંતરરાષ્ટ્રીય સિનેમા અને ભારતીય કલાકારોનું સન્માન

વૈશ્વિક મંચો પર ભારતીય સિનેમા અને પ્રતિભાશાળી કલાકારોને મળતી માન્યતા દેશના કલા જગત માટે ગૌરવની વાત છે. આ પ્રકારના પુરસ્કારો કલાકારોને વધુ બેહતર અને પ્રેરણાદાયી સર્જનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને કલાની છાપ છોડે છે.

શા માટે આપવામાં આવે છે આ એવોર્ડ
સિંગાપુર ફિલ્મ ફેસ્ટિવલનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેને પહેલાં `સિનેમા આઇકન એવોર્ડ'ના નામથી ઓળખવામાં આવતો હતો. આ એવોર્ડ એશિયાનાં લોકોની વાર્તાઓને પડદા પર લાવવા માટે આપવામાં આવે છે.

આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત સાઉથ કોરિયન થ્રિલર ફિલ્મ `ધ એસેસિન(સ)'થી થશે. વળી, એશિયાઈ સિનેમામાં શાનદાર યોગદાન માટે જાપાની ફિલ્મમેકર કોરે-એડા હિરોકાઝૂને `સિનેમા ઓનરેરી એવોર્ડ'થી નવાજવામાં આવશે.