બર્ગર કિંગ ફાસ્ટફૂડમાં ઝેર? 5 મહિના જૂનુ દૂધ ઝડપાયું
- કાલાવડ રોડ પર આવેલ બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખેલ !
- બેવરેજીસ/કોફી બનાવવા સંગ્રહ કરાયેલ એક્સપાયરી દૂધનો ઉપયોગ 72 લીટર દૂધનો નાશ 10 હજારનો દંડ ફટકારાયો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં કાલાવડ રોડ અને યુનીવર્સીટી રોડ જેવા પોષ વિસ્તારમાં પણ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.ત્યારે મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ, યુનિટ નં.૨/એ/૧, માં આવેલ "બર્ગર કિંગ -રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ" પેઢીની તપાસ કરતા સ્થળ પર બેવરેજીસ/કોફી બનાવવા માટે સંગ્રહ કરેલ "SHRIEBER DYNAMIX" બ્રાંડના ટોરેન્ડ દૂધના ટેટરા પેકમાંથી દુધનો ઉપયોગ કરતા હતા. આ સ્થળ પર તપાસ દરમિયાન સ્ટોરેજ તપાસતા સદર બ્રાન્ડના એક લિટરના કુલ 72 TETRA PACK કે જે પાંચ માસથી એક માસ પહેલા એક્સપાયરી થયેલ જોવા મળ્યા હતા.
સદર એક્સપાયરી થયેલ TETRA PACK TONED MILK નો કુલ 72 લિટર અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. વિશેષમાં સદર ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવેલ તથા પેઢી પાસેથી વહીવટી ચાર્જ રૂ.10,000/- વસૂલવામાં છે
"પાંડેજી પાર્સલ" પેઢીમાંથી ૩ કિલો વાસી બ્રેડ મળી
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બિગ બઝારની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ "પાંડેજી પાર્સલ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 3 કિલો બ્રેડનો જથ્થો એક્સપાયરી થયેલ જોવા મળતા સદર એક્સપાયરી થયેલ જથ્થો સ્થળ પર નાશ કરેલ છે.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાના મવા મેઇન રોડ, ચંદ્ર પાર્ક મેઇન રોડ તથા મવડી ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાંઅપાઈ છે
બટર, ચીઝ, હોટ ગાર્લિક સોસના નમુના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ પાંચ નમુના લેવામાં આવ્યા છે.જેમાં અક્ષરમાર્ગ પર ઇન્દ્રપ્રસ્થનગરમાં શિવ ઢોસા પોઈન્ટ & પાઉંભાજીમાંથી બટર લુઝ, ગીરીરાજ હોસ્પિટલ પાસે એસ્ટ્રોન ફૂડ'સ-Wok on fire, "કુબેર કષ્ટભંજન" હોટ ગાર્લિક સોસ, મોટામવામાં G.J-5 સેન્ડવિચ & પિઝા -બીટ & બાઇટમાંથી ચીઝ, કસ્તુરી ફૂડ'સમાંથી બટર લુઝ, કાલાવડ રોડ પર બર્ગર કિંગમાંથી દુધનો નમુનો લીધેલો છે.