બાલાજી હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવતા પોલીસ કમિશ્નર
સિટી ન્યૂઝ@રાજકોટ : બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) આજે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાવન પધરામણી કરી હતેી દાદાના દરબારમાં આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શ્રી બાલાજી હનુમાનજી મહારાજની વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરી હતી.
આ અવસરે તેમણે રંગીલા રાજકોટની સુખ-શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી વધુ મજબૂત બને તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મંદિરમાં ઉપસ્થિત ભાવિકોએ પણ પોલીસ વડાની આ મંદિર ખાતે પધારેલા પોલીસ કમિશનરનું મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ કમિશનરને પ્રસાદીનો હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવ્યા હતા.