Loading Please Wait !!!
રાજકોટના 63 અનાથ બાળકોની ‘દર્દભરી’ કહાની

  • પિતાનું દારૂ પીવાથી મોત, માતા મુકીને જતી રહી
  • ધોરણ 8ના વિદ્યાર્થીનું પોલીસ બનવાનું સપનું
સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત સરકાર અનાથ બાળકો માટે નાથ બની છે. રાજ્યના એવા બાળકો કે જેમને માતા અને પિતા બંને ગુમાવી દીધા છે તેમના માટે પાલક માતા - પિતા યોજના છે. જેમાં પરિવારના જે કોઈ પણ વ્યક્તિ બાળકોને સાચવે તેને દર મહિને સરકાર તરફથી ૩,૦૦૦ની સહાય આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા અનાથ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, રાજકોટમાં ૬૩ બાળક એવા છે જેમને માતા કે પિતા ફોઈ નથી, માતા-પિતા વગરના બાળકોને સહાય મળે તે માટે પ્રથાસો શરૂ કરવામાં આવતા હાલ ૩૩ બાળકના પાલક માતા-પિતાને સહાય મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ સહાય મેળવતા દાદી કહે છે કે, મારા પુત્ર અને પુત્રવધૂનું નિધન થયા બાદ એક દીકરો અને બે દીકરીનું ભરણપોષણ સરકારી સહાયની મદદથી જ કરું છું. જ્યારે ધોરણ

ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેના પિતાનું નિધન થયા બાદ માતા તેને છોડીને ચાલી ગઈ, જેથી હાલ દાદા-દાદી તેનું ભરણપોષણ કરે છે અને આ દીકરાની ઇચ્છા ભવિષ્યમાં પોલીસ ઓફિસર બનવાની છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સગિતિના ચેરમેન વિક્રમ પૂજાત્રાએ જણાવ્યું હતું કે, અમારા નવનિયુક્ત શાસનાધિકારી રમેશ જેઠવાને અભિનંદન આપું છું કે, એમને એમને જે ભૂતકાળના અનુભવો છે એમાંથી આ આપણી સ્કૂલના ગરીબ બાળકો માટે થઈને સતત વિચાર કરતા

હોય છે. પાલક માતા-પિતા યોજના એ રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે.જે બાળકના માતા-પિતા ન હોય અને એ કોઈ આશ્રિત એટલે કે એને કોઈ પાલક પિતા તરીકે કે માતા તરીકે મોટા કરતા હોય તો એવા બાળકને રાજ્ય સરકાર તરફથી દર મહિને ૩,૦૦૦ જેવી સહાય મળે છે. દીકરો હોય તો ૧૮ વર્ષ અને દીકરી હોય તો ૨૧ વર્ષ સુધી આ સહાય આપવામાં આવે છે. સૌથી સારી બાબત કે દીકરીને ૨૧ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ એના લગ્ન ત્યારે રાજ્ય સરકાર તરફથી ૨ લાખનું અને વળતર આપવામાં આવે છે. તો આ એટલી બધી ખૂબ સારી સંવેદનશીલ આખી યોજના છે. જેથી હું ભુપેન્દ્ર પટેલ અને સરકારને અભિનંદન આપું છું કે જે ગરીબ બાળકનું કોઈ નથી, માતા-પિતા નથી, તો એવા કિસ્સામાં જે લોકો રાખે છે એમને પણ થોડોક ખર્ચ નીકળે, બાળકને કાંઈ નાનો-મોટો ખર્ચ જે હતો હોય એ એમને ન ભોગવવો પડે એટલા માટે થઈ સરકારે આ ખૂબ સરસ અને સુંદર યોજના છે.

  • રાજકોટમાં 33 અનાથ બાળકને સરકારની મહિને 3000ની સહાય

અમારી સરકારી સ્કૂલમાં હાલ ૬૩માંથી ૩૩ બાળકને આ સહાય શલ મળે છે અને ૩૦ બાળક જે બાકી હતા એમના પણ પેપર ડોક્યુમેન્ટ બધા લઈ અને આખી કાર્યવાહી પૂર્ણ કરી છે. એટલે આગામી દિવસમાં આ ૬૩ બાળકને દર મહિને ૩,૦૦૦ મળતા થઈ જાય ત્યારે તમામ શાળાના આચાયોને સૂચના આપવામાં આવશે કે આ પ્રકારના જે બાળકો છે જે સ્કૂલ પાસે છે એમે શોધી શકીએ. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિવાયની સ્કૂલમાં આવા કોઈ બાળકો હોય તો તેના માટે પણ આ સહાય મળવાપાત્ર છે.

  • દારૂ પીવાથી પિતાનું મોત, માતા મકીને જતા રહ્યા: રોહિત
વિદ્યાર્થી રોહિત ભીમસુચિયાએ જણાવ્યું હતું કે, ધોરણ ટમાં અભ્યાસ કરું છું. મારા પિતા હરેશભાઈ દારૂ પીતા હતા તેને કારણે મૃત્યુ પામ્યા અને માતા નાનો હતો ત્યારે મૂકીને ચાલી ગયા હતા. હું રાજકોટ શહેરની પે સેન્ટર શાળા નંબર ૧૫માં અભ્યાસ કરું છું. હું હાલ મારા દાદી, મામા અને કાકા સાથે રહું છું. સરકારી સહાય આવી રહી છે. જેનાથી ફાયદો થાય છે. દેશની રક્ષા કરવા મોટા થઈ પોલીસ બનું છું.

  • પુત્રનું મોત થયું, પુત્રવધૂ ભાગી ગઈ: પાલક માતા જસીબેન
પાલક માતા જસીબેન ફાતાભાઈએ જણાવ્યુ હતું કે, મારો છોકરો હતો. તેવે પેટમાં કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી. ૨૨ વર્ષની ઉંમર હતી. એના લગ્ન કરી દીધા હતા પરંતુ તે મૃત્યુ પામ્યો. જે બાદ પુત્રવધૂ ભાગી ગઈ અને છોકરીઓ મારી પાસે છે. શાળામાંથી અનીતાબેને કહ્યું કે બે દીકરીઓ છે તમારી તો એનું ફોર્મ ભરો. અમે ફોર્મ ભરાવ્યું તો મહિને ૩,૦૦૦ સહાય આવે છે. સહાયનો ઉપયોગ એના પાલન-પોષણા, ખાવા-પીવા, કપડા ખરીદવા અને દવાખાના પાછળ વાપરીએ છીએ.

  • 3000 સહાય મળે છે, પાલનપોષણ કરીએ છીએ: જયાબેન
જ્યારે અન્ય પાલક માતા જયાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, દીકરાનો દીકરો સ્કૂલે ભણવા જાય છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. ૩૦૦૦ની શિષ્યવૃત્તિ મળે છે, તેમાંથી તેનું પાલનપોષણ કરીએ છીએ. મારા પુત્રને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે બાદ વહુ મૃત્યુ પામી. હાલ એક દીકરો અને બે દીકરીનું ભરણપોષણ કરું છું. દર મહિને બાળક દીઠ રૂ.૩,૦૦૦ની સહાય મળે છે.