લગ્નના નામે જસદણના યુવક પાસેથી 6.31 લાખ પડાવી લેનાર 3 આફ્રિકન ઝડપાયા
» યુપીના ગ્રેટર નોઈડામાં ગ્રામ્ય સાયબર ક્રાઈમનો દરોડો : 3 મોબાઈલ, 3 પાસપોર્ટ કબજે » કોલ સેન્ટર ઉભું કરી ચેટ જીટીપી મારફત લોકલ ભાષામાં વાત કરી લોકોને શીશામાં ઉતારતા
સિટી ન્યૂઝ@જસદણ
જસદણના યુવકને જર્મનની મહિલાની ઓળખ આપી તેની લગ્ન કરવાના નામે યુવકને ફસાવી ગિફ્ટ મોકલી છે તે પાર્સલ છોડાવવાના बहाને યુવક પાસેથી અલગ અલગ ચાર્જના નામે ૬.૩૧ લાખ પડાવી લીધાના સાયબર ફોડના ગુનામાં ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ આફ્રિકનની ગ્રેટર નોઈડાથી ધરપકડ કરી ૩ મોબાઈલ અને ૩ પાસપોર્ટ સહિત ૧૫ હજારની માતા કબજે કરી વધુ પુછતાછ આદરી છે.
જર્મન ગોરીના પ્રેમમાં જસદણનો યુવાન કંગાલ થયો હોય તેવો બનાવ સામે આવ્યો હતો. જસદણનો યુવાન જર્મનની મહિલાને જીવનસંગીની બનાવવા જતાં રૂ. ૩.૬૩ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જર્મન નાગરિક તરીકેની ઓળખ આપનાર મહિલાએ હું તમારો સાથ ક્યારેય નહિ છોડું કહી લગ્ન કરવાનું
જણાવાયું હતું જીવન સંગીની માની ચૂકેલ મહિલાએ મોકલાવેલ ગિફ્ટ દિલ્હી એરપોર્ટ પરથી છોડાવવા અલગ અલગ ચાર્જ પેટે યુવાન પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા હતા. બાદમાં યુવાને
તપાસ કરતા તેની સાથે ફ્રોડ થઈ ગયાનો ભાડો ફૂટતા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી રેન્જ આઈજી નિરલિજ રાય, એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે સાયબર ક્રાઈમ
પીઆઈ ગોધમની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કામગીરી સહિતની ટીમ દિલ્હી ખાતે તપાસમાં હતી તે દરમિયાન મળેલી વાતમી આધારે યુપીના ગ્રેટર નોઈડા ખાતે દરોડો પાડી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા એક મહિલા સહિત ત્રણ આફ્રિકન નાગરિકની ધરપકડ કરી હતી પોલીસે જોસેફિન ચા અંસાહ ઉર્ફે એંજલ, મગેનોલી ઇમાની ડેનિશ અને ફિલિપ બત્તિસ્તા 'જોસેફ વેલેન્ટાઈનની ધરપકડ કરી છે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય આફ્રિકન શખ્સો દિલ્હીમાં કોલ સેન્ટર ઉભું કરી ચેટ જીટીપી મારફત લોકલ ભાષામાં વાત કરી અલગ અલગ લોકોને ફસાવતા હતા. આ કોલ સેન્ટરના મૂળિયા હજુ પણ ઘણા ઊંડા હોય તેમાં અનેક લોકોની સિન્ડિકેટ પણ સામે આવવાની શક્યતા સેપાઈ રહી છે.