ગુજરાતમાં હત્યા સામાન્ય; કાયદાનો ડર ખતમ
અમદાવાદ
સ્પામાં ઘુસી ચોથા માળની બારીમાંથી ફેંકીને હત્યા
યુવકે સ્પાના ગોરખધંધા વિશે પોલીસે રેડ પાડી હતી તેની બાતમી આપ્યાની વાતમાં હત્યા
સિટી ન્યૂઝ@બોટાદ
અમદાવાદના હંસપુરામાં સરદાર પટેલ રિંગ રોડ પર વિશાળા એમ્પાયર બિલ્ડિંગમાં યુવકની ચોથા માળની બારીમાંથી ફેંકીને હત્યા કરાઈ છે. ૫ શખસે સ્પામાં ઘુસીને મહિલાની હાજરીમાં દશરથ નામના યુવક સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો. એટલું જ નહીં સ્પામાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. નરોડા પોલીસને ઘટનાની જાણ થતા જ ટીમ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધીને ફરાાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નરોડા વિસ્તારમાં એસપી રીંગ રોડ પર વિશાળા એમ્પાયર બિલ્ડિંગમાં કિસ્સા સ્પા નામથી બોડી મસાજ સ્પા છે. જેમાં દશરથ મિલા નામનો યુવક નોકરી કરતો હતો. ૫ ઓગસ્ટના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યાની આજુબાજુ ઓઢવ વિસ્તારમાં એક સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે રેડ પોલીસને બાતમી આપી હોવાની અદાવતમાં આરોપીઓષે યુવક જે સ્પામાં નોકરી કરતો ત્યાં પહોંચ્યા હતા. રપામાં હાજર યુવકે પોલીસની રેડ પોતે ન પડાડી હોવાનું આરોપીઓને કહ્યું હતું. જો કે આ સમયે બોલાચાલી થયા બાદ ત્યાંથી તેઓ જતા રહ્યા હતા.
સુરત
સતીશ મરાઠાનું માથું ફાડી આંગળીઓ કાપી હત્યા કરી
ગેંગવોરની શંકા: મહિલા મિત્ર સામે જ 5 શખ્સોનો હિંસક હુમલો
સિટી ન્યૂઝ@સુરત
સુરતના બેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના મુખ્ય સભ્ય સતીશ સુરેશભાઈ ધાડા ઉર્ફે સતીશ મરાઠાની જથી ૫ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે અત્યંત બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સુરતમાં ભારે અળભળાટ મચી ગયો છે. હત્યા બાદ ઘટનાસ્થળેથી સામે આવેલા દ્રશ્યો ભયાનક અને કાળજું કંપાવી દેતા હતા. હુમલાખોરોએ સતીશ મરાઠા પર એટલી ક્રૂરતાથી હુમલો કર્યો હતો કે, તેના મોઢા પર, છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. હુમલાખોરોએ સતીશનું માથું કાઢી નાખ્યું હતું અને તેના બંને હાથની આંગળીઓ કાપી નાખી હતી. લોહીલુહાણ હાલતમાં તરફડીને સ્થળ પર જ સતીશનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. હુમલાખોરો ૧ તલવાર સહિત ૨ તીક્ષ્ણ હથિયાર ઘટનાસ્થળે નાખીને ફાર થઈ ગયા હતા. એસીપી નીરવ ગોહિલના જણાવ્યા મુજબ મૃતક સતીશ મરાઠા બેસ્તાનમાં ભીમ આવાસ પાસે પોતાની અદનામાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. કાર પાર્ક કર્યાના અડધા કલાક બાદ અચાનક ૪થી ૫ હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા. સતીશને બહાર ખેંચી મહિલા મિત્રની સામે જ મોતને ઘાટ ઉતારતા તેણે મૃતકના પરિવારજનોને ફોન કરી જાણ કરી હતી.
રાજકોટ
સરદારધામની બાંધકામ સાઈટ પર સગીરે પિતાનું ટીમ ઢાળ્યું
માતા પર થતો અત્યાચાર ન જોતા દીકરાએ બાપને ગલેટૂંપો આપ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના કનાકોટ રોડ પરથી વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં માતાને મારકૂટ કરતા બાપને દિકરાએ ગલેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો છે. મજૂરી કામ કરતા માતા-પુત્ર ઉપર અનહદ ત્રાસ ગુજારી કમાણીમાંથી મોશોખ કરતા હોય જેથી કંટાળી પુત્રએ લોહિયાળ અંજામ આપ્યો છે. કનાકોટ રોડ પર આવેલી 'સરદારધામ' બાંધકામ સાઈટ પર ભવાનસિંહ (નામ બદલાવે છે) ૪૦ વર્ષીય પિતાની તેના જ સગીર પુત્રએ દોરી વડે ગળું ટૂંપીને ક૨પીણ હત્યા કરી નાખી છે. બનાવ અંગે જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની પત્નીની ફરિયાદ પરથી સગીર પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ એમ.પીના વતની હતા અને પરિવાર સાથે રાજકોટમાં મજૂરીકામ અર્થે આવ્યા હતા. તેમને સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. મૃતક પોતે કોઈ કામધંધો કરતા નહોતા. પરંતુ મહેનત-મજૂરી કરતા પોતાના પુત્ર અને પત્ની પાસેથી અવારનવાર બળજબરીથી પૈસા પડાવીને મોજશોખ કરતા હતા. એટલું જ નહીં, પૈસા ન આપે તો પત્ની સાથે મારકૂટ પણ કરતા હતા.આજે પતિ એમપીથી આવી પત્ની સાથે ઝઘડો કરી પૈસાની માંગણી કરતો હતો.