Loading Please Wait !!!
વીરપુર સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષની સરપ્રાઈઝ વિઝિટ

  • » ડોક્ટર-સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી
  • » બાંભવાણી અચાનક મુલાકાતમાં હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ

સિટી ન્યૂઝ @ગોંડલ તાલુકા-વીરપુર

વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની કથળતી જતી સ્થિતિ અંગે સ્થાનિકોની ફરિયાદોને પગલે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામતભાઈ બાંભવા દ્વારા વીરપુર સિવિલ હોસ્પિટલની અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો નિયમિત હાજર રહેતા ન હોવા તેમજ દર્દીઓની સારસંભાળ માટે જરૂરી નર્સિંગ સ્ટાફની પૂરતી હાજરી ન હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો થઈ હતી. ફરિયાદોને ગંભીરતાથી લઈ સામતભાઈ બાંભવાએ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કેટલીક ખામીઓ અને ઉણોપો જોવા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. હોસ્પિટલની વ્યવસ્થામાં સુધારો લાવવા અંગે સામતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે સ્ટાફની ગેરહાજરી સહિતની બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે. જ્યાં સુધી હોસ્પિટલની વ્યવસ્થામાં જરૂરી સુધારો નહીં થાય અને લોકોને સમયસર યોગ્ય સારવાર નહીં મળે ત્યાં સુધી સતત ફોલોઅપ લેવાની જાતરી પણ તેમણે આપી હતી. વીરપુર યાત્રાધામ હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સહિતનો જરૂરી સ્ટાફ નિયમિત હાજર રહે અને દર્દીઓને સમયસર સારવાર મળે તેવી સ્થાનિકોની માંગ છે.