Loading Please Wait !!!
સૂર્યવંશીએ ગેલનો રેકોર્ડ તોડી નાંખ્યો : ‘SIX KING’ વૈભવનો યુગ શરૂ

=> IPL સિઝનમાં 65 સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આઈપીએલ ૨૦૨૬ના એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ આઈપીએલનો એક એવો રેકોર્ડ તોડી દીધો છે, જેની કલ્પના કોઈએ કરી નહોતી. ૧૫ વર્ષના આ બેટરે યુનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલે ૧૪ વર્ષ પહેલા આઈપીએલ ૨૦૧૨માં ૫૯ સિક્સ ફટકારી હતી. ત્યારથી કહેવામાં આવી રહ્યું હતું કે ગેલનો આ રેકોર્ડ તોડવો સંભવ નથી, પરંતુ આઈપીએલ ૨૦૨૬માં વૈભવ સૂર્યવંશીએ ગેલનો આ રેકોર્ડ તોડી દીધો છે. વૈભવ અત્યાર સુધી આઈપીએલમાં ૬૫ સિક્સ ફટકારી ચૂક્યો છે. ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુરમાં વૈભવ સૂર્યવંશીએ સિક્સનો વરસાદ કર્યો છે. સૂર્યવંશીએ માત્ર ૧૬ બોલમાં અડધી સદી ફટકારી હતી.