Loading Please Wait !!!
જંગવડમાં વાડીએ બાંધેલી 50,000ની બે ભેંસની ચોરી

સિટી ન્યૂઝ@રાજકોટ 

જસદણના જંગવડ ગામે રહેતા વિઠ્ઠલભાઈ રવજીભાઈ સીધપરા ઉ.૬૪એ બે ભેંસની ચોરી અંગે આટકોટ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જંગવડ ગામે સીમ વિસ્તારમાં આવેલી જમીનમાં ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગઈ તા.૨૩ ના સવારના સાડા સાતેક વાગ્યાના સમયે તેઓ પત્ની સાથે ઘરેથી નીકળી બાબરા મેઈન રોડ ઉપર આવેલ વાડીએ ગયેલ અને વાડીએ જઈને જોયુ તો વાડીના શેઢે રસ્તા તરફ વાડીના પટમા આવેલ પીપળના ઝાડ પાસે ખેતરમાં બે ભેંસ (પશુ) જે ગઈ તા.૨૨ ના સાંજના આશરે સાત વાગ્યાના સમયે વાડીએથી ઘરે જતા સમયે બે ભેંસો બાંધીને ઘરે જંગવડ ગામમાં આપતો રહેલ હતો. જે બંને ભેંસોને ચારો નાખવા માટે ગયેલ તો બંને ભેંસો જોવામાં આવેલ નહી જેથી દંપતીએ તપાસ કરતા ક્યાય જોવામાં આવેલ નહી. જેથી ૩.૫૦ હજારની કિંમતની બે ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી ભેંસ ચોરને પકડવા તજવીજ આદરવામાં આવી હતી.

» લગ્નની લાલચે દુષ્કર્મ આચરી મેડિકલ ચેકઅપના બહાને બિહારમાં પરિણીતાનો ગર્ભપાત કરાવ્યો

» મેટોડા રહેતા પતિ અને દીકરીને છોડી પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાએ નોંધાવી ફરિયાદ

» અમદાવાદ રેલવે સ્ટેશને જ પરિણીતાને તરછોડી નાસી છૂટેલા પ્રેમી અને તેના ભાઈ સામે ગુનો

 મેટોડા GIDC વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના પતિ અને સંતાનથી અલગ કરી, લગ્નની ખોટી લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મહિલા ગર્ભવતી બનતા આરોપીએ લગ્નના બહાને તેને બિહાર લઈ જઈ, નશીલી દવા આપી તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવી નાખ્યો હતો અને ત્યારબાદ અધવચ્ચે તરછોડી દીધી હતી.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેટોડા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરતી ૩૩ વર્ષીય પીડિત પરિણીતાએ મેટોડા પોલીસ સ્ટેશનમાં હરનાદપુરના મહેફુઝઅલી મકસુદઅલી તથા તેના ભાઈ મુબારકઅલી મકસુદઅલી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે ચાર વર્ષ પહેલાં તે તેના પતિ અને ૪ વર્ષની દીકરી સાથે મેટોડા ખાતે મજૂરી અર્થે આવી હતી. આ દરમિયાન સામે આવેલી કંપનીમાં કામ કરતા મહેફૂઝઅલી મકસુદઅલી સાથે થઈ હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થયા બાદ શખ્સે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. એક દિવસ મહિલાના પતિએ બંનેને સાથે જોઈ જતાં ઠપકો આપ્યો હતો, જેથી મહિલા પોતાના પતિ અને દીકરીને છોડીને શખ્સ સાથે પત્નીની જેમ રહેવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

દરમિયાન છ મહિના પહેલાં મહિલા ગર્ભવતી થતાં આરોપીએ પોતાના વતનમાં જઈને પરિવારની હાજરીમાં લગ્ન કરી લેવાનું ખોટું વચન આપ્યું હતું. ગત તારીખ ૦૫/૦૪/૨૦૨૬ ના રોજ આરોપી મહિલાને બિહાર લઈ ગયો હતો. આ વખતે પીડિતા પોતાની સાથે બચતના રોકડા રૂ. ૫૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના પણ લઈ ગઈ હતી જે આરોપીએ પડાવી લીધા હતા. વતનમાં પહોંચ્યા બાદ મેડિકલ ચેકઅપના બહાને આરોપીએ મહિલાને હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેને બેભાન કરી તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવી નાખવામાં આવ્યો હતો.