Loading Please Wait !!!
નવી કારોમાં 12,000 થી 20,000નો વધારો

=> 1 જૂનથી ભાવ વધારો લાગુ

=> કંપનીઓએ ઇનપુટ કોસ્ટ વધવાને કારણે નિર્ણય લીધો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાની કાર ૧ જૂન ૨૦૨૬થી મોંઘી થવા જઈ રહી છે. કંપનીએ પોતાની કારની કિંમતોમાં ૧૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમતો અલગ-અલગ મોડેલ અને વેરિઅન્ટના આધારે નક્કી કરવામાં આવશે. આ પહેલા કંપનીએ ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ કિંમતો વધારવા અંગે એક પત્ર જાહેર કર્યો હતો, પરંતુ હવે વર્તમાન બજારની સ્થિતિને જોતા ૧ જૂનથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ આ પગલું બજારની વર્તમાન પરિસ્થિતિઓ અને ગ્રાહકોના હિતો વચ્ચે સંતુલિત તાલમેલ બનાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવ્યું છે. હ્યુન્ડાઈએ પોતાની કારની કિંમતો વધારવા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જણાવ્યા છે. કંપનીના મતે, બિઝનેસ ઓપરેશનમાં આવી રહેલા ફેરફારોને કારણે આ નિર્ણય જરૂરી બની ગયો હતો. ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકલાયેલી ઇનપુટ કોસ્ટ (ખર્ચ)માં સતત વધારો થઈ રહ્યો છે. કાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આવશ્યક કોમોડિટી વસ્તુઓની કિંમતો ઘણી વધી ગઈ છે. કંપની ચલાવવા અને કારના ઉત્પાદન સાથે સંકલાયેલા ઓપરેશનલ ખર્ચમાં વધારો થયો છે.