Loading Please Wait !!!
જૂનથી શિક્ષણ મોંઘું : વાલીઓ પર આર્થિક અત્યાચાર : સ્કૂલોમાં લૂંટ શરૂ !

>> રાજકોટમાં શિક્ષણ હવે સેવા નહીં વેપાર બની ગયું છે !

>> રાજકોટમાં શિક્ષણ હવે સેવા નહીં વેપાર બની ગયું છે !

>> વાલીઓની ખિસ્સા પર ભારે બોજ ! સ્કૂલવાન-રિક્ષા ભાડામાં 10%નો વધારો

>> રિક્ષા ભાડું 1000 હતું હવે 1150, સ્કૂલવાન 1200 હતું હવે 1400 થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે હવે વાલીઓના ખિસ્સા વધુ હળવા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી ૮ જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ૧૦ ટકાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે માસિક રિક્ષા ભાડું ૧૦00 હતું, તે વધીને અંદાજે ૧૧૫૦ સુધી પહોંચી જશે. જ્યારે સ્કૂલ વાનનું હાલનું ભાડું ૧૨૦0 છે, જે વધીને ૧૪૦0 સુધી પહોંચી જશે. રાજકોટ શહેર અને જિલ્લાની ૪૦૦થી વધુ ખાનગી શાળાઓના આશરે ૪૫,૦૦0 વિદ્યાર્થીઓના વાલીઓ પર આ મોંઘવારીનો સીધો બોજ પડશે.

સ્કૂલની ફીમાં 15%નો વધારો ?

ગયા અઠવાડિયે સ્કૂલ-બસ ઓનર્સ એસોસિએશન દ્વારા સ્કૂલ-ફીમાં વધારો ન થાય એ માટે વાટાઘાટો થઈ હોવા છતાં અંતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હોવાને કારણે સ્કૂલ-બસની ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. SBOAના અધ્યક્ષ અનિલ ગર્ગે સોમવારે સ્કૂલ-બસની ફીમાં જૂન મહિનામાં સ્કૂલ શરૂ થાય ત્યારથી ૧૫ ટકાનો વધારો થશે એવી જાહેરાત કરી હતી.

આ પહેલાં થયેલી વાટાઘાટો દરમિયાન વાલીઓ પર વધુ ફીનો બોજો ન પડે એ માટે પ્રયાસ કરવાની ચર્ચા થઈ હતી, જેમાં સ્કૂલ ઓથોરિટી સાથે સવાર અને બપોર એમ બે સેશનને બદલે એક જ સેશનમાં વિદ્યાર્થીઓને મોકલવા ઉપરાંત ઓનલાઇન ક્લાસિસ જેવા વિકલ્પોની પણ ચર્ચા કરી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ઓપરેટિંગ કોસ્ટ વધી જતાં આ નિર્ણય લેવાયો છે. સ્કૂલ-બસ ચલાવવામાં ૬૫ ટકા ખર્ચ ફક્ત ફ્યુઅલ પાછળ જ ખર્ચાય છે અને તેથી અમને વધારો કરવાની ફરજ પડી છે એમ તેમણે જણાવ્યું હતું.