સૌરાષ્ટ્રમાં ‘મુર્તિયાની શોધ’; ખાનગી એજન્સીઓથી ઉમેદવારોનો ગુપ્ત સર્વે ?
2027 વિધાનસભા ચૂંટણીની હજુ વાર છતાં ખાનગી એજન્સી મેદાનમાં
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં રાજકીય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
રાજ્યના એક મોટા રાજકીય પક્ષ દ્વારા ખાનગી એજન્સીઓ મારફતે સંભવિત ઉમેદવારો અંગે સર્વે શરૂ કરાવાય હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં એજન્સીના પ્રતિનિધિઓ સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક સાધી માહિતી એકત્ર કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.આ સર્વેમાં માત્ર परंपरागत માપદંડો જ નહીં, પરંતુ નવા યુગના રાજકીય
પરિણામો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં કયા નેતા સામે સ્થાનિક સ્તરે કેટલો વિરોધ છે, સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા કેટલી છે, યુવાનોમાં તેમની ઓળખ અને લોકપ્રિયતા કેટલી છે જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પાસ કરીને યુવા મતદારોને ધ્યાનમાં રાખીને “ડિજિટલ ઇમેજ” અને “પબ્લિક કનેક્ટ” ને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
રાજકીય પક્ષો દ્વારા ખાનગી એજન્સીઓને આ જવાબદારી સોંપવાની પદ્ધતિ હવે સામાન્ય બની રહી છે, પરંતુ ચૂંટણીના લાંબા સમય પહેલાં જ આ પ્રક્રિયા શરૂ થવાથી પક્ષની આંતરિક રાજનીતિમાં હલચલ વધવાની શક્યતા છે. સર્વેમાં આગળ આવનારા
દાવેદારોમાં ઉત્સાહ વધશે, જ્યારે અન્ય ઇચ્છુક ઉમેદવારોમાં નારાજગી પેદા થઈ શકે છે. જેના કારણે જૂથબાજી વધુ ઉગ્ર બનવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. સ્થાનિક સંગઠન અને કાર્યકરોની ભૂમિકા સામે હવે બહારની એજન્સીઓના સર્વેને વધુ પ્રાધાન્ય મળતા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની પહેલ પક્ષોને વ્યૂહરચના ઘડવામાં મદદરૂપ બનશે, પરંતુ સાથે સાથે આંતરિક અસંતોષ અને ટિકિટ માટેની ખેંચાણને પણ વેગ આપશે. આ રીત, ચૂંટણીને હજુ સમય હોવા છતાં પક્ષોએ મુર્તિયા શોધવાની કવાયત શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યની રાજકીય હવામાં અત્યારથી જ ગરમાવો અનુભવાઈ રહ્યો છે.
ક્યાં નેતા સામે સ્થાનિક શું વિરોધ છે
-
યુવાનોમાં કેટલા ફેમસ છે
-
સોશિયલ મીડિયામાં કેટલા એકિટવ છે
-
પ્રજાના પ્રશ્નોને કેવી વાંચા આપી રહ્યા છે
-
'ડિજિટલ ઇમેજ' અને 'પબ્લિક કનેક્ટ' કેવા છે તેના ઉપર એજન્સી વધારે મહત્વ આપી ઉમેદવારોના નામો નક્કી કરશે