રૂા.7 લાખની ઉઘરાણીમાં સાત શખ્સોનો કોન્ટ્રાક્ટર પર હુમલો
- મોરબી રોડના સાગર પાર્કમાં લુખ્ખાઓનો આતંક: જનથી મારી નાખવાની ધમકી આપી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વધુ એક સરાજાહેર મારામારીનો બનાવ બન્યો છે શહેરના મોરબી રોડ પર આવેલ સાગરપાર્કમાં રહેતા અને સોલાર ફિટિંગના કોન્ટ્રાક્ટમાં કામ કરતા અજુમભાઈ ગનીભાઈ ધોણીયા (ઉ.વ. ૩૫) ગત રાત્રે પોતાના ઘરે ગાડી પાર્ક કરી રહ્યા હતા. તે દરમ્યાન ત્રણ કાર-આઈ-૨૦, સેલ્ટોસ અને સ્વિફ્ટ-માં સવાર થઈને આવેલા સાત જ શખ્સોએ સરાજાહેર આતંક મચાવ્યો હતો. ફરિયાદી અજીમભાઈએ આરોપીઓ રાજી જૂણોજા, અંકિત શાહ, કરણ ઉર્ફે ચોકડી, જીતુ સુદાણી અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૦ તારીખે રાત્રે હું કાંગેથી આવી ઘર પાસે પહોંચ્યો ત્યારે ત્રાણ કારમાં આવેલા ઉપરોક્ત સાતેય શખ્સોએ યુવક પાસે આવી તેના ભાઈ આવેશના ૭ લાખની ઉઘરાણી કરી હતી. યુવકે પોતેના ભાઈ સાથે સંબંધ ન હોવાનું જણાવતા જ તમામ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપીઓએ ગાળો આપી યુવક ને ઘેરી લઈ ઢીકાપાટુંતો ડોરમાર માર્યો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપી રાજા જુણોજાએ ‘હવે પછી ઊંચા અવાજે વાત કરીશ તો જનથી મારી નાખીશુ’ તેવી ધમકી આપી ફાર થઈ ગયા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.