Loading Please Wait !!!
ગુજરાતમાં 2027ની ચૂંટણી સોશિયલ મીડિયા પર લડાશે

ઇન્સ્ટાગ્રામ રીલ, યુટ્યુબ શોર્ટર્સ, મીમ્સ અને વાયરલ વીડિયોઝ સેકન્ડોમાં લાખો લોકો સુધી પહોંચી રાજકીય ચર્ચાની દીશા બદલી શકે છે

મુખ્યમંત્રી પણ યુવા ચહેરો હશે?

  • ગુજરાતમાં દર 100 લોકોમાંથી 84 ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

  • રાજકોટ જિલ્લામાં 11.69 લાખ યુવાનો મતદાર છે

સિટી ન્યૂઝ@રાજકોટ

દેશમાં ચૂંટણી રાજનીતિનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ તેનું કેન્દ્ર બની રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ ચૂંટણી સોશિયલ મીડિયા પ્રભાવ હેઠળ લડાતી પહેલી મોટી ચૂંટણી બની શકે છે.

ઇન્સ્ટાગ્રામ રીલ, યુટ્યુબ શોર્ટર્સ, મીમ્સ અને વાયરલ વીડિયોઝ હવે રાજકીય નેરેટિવ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. થોડા સેકન્ડના વીડિયો લાખો લોકો સુધી પહોંચી રાજકીય ચર્ચાની દિશા બદલી શકે છે. તાજેતરમાં "કોકરોચ જનતા પાર્ટી" જેવા ડિજિટલ અભિયાનોએ પણ બતાવી રહ્યું છે કે સોશિયલ મીડિયા વગર મોટા સંગઠન પણ દેશ્યાપી ચર્ચા સર્જી શકે છે.

ભારતમાં સોશિયલ મીડિયા આધારિત પ્રચારનું મજબૂત માળખું સૌથી પહેલા ભાજપે ઊભું કર્યું હતું. ટેક્નોલોજી નિષ્ણાતો, વોટ્સએપ નેટવર્ક અને તાલીમબદ્ધ સ્વયંસેવકોના સહારે ભાજપે ઓનલાઈન અને ગ્રાઉન્ડ કેમ્પેઈન વચ્ચે મજબૂત સંકલન સાધ્યું છે. જોકે હવે વિપક્ષ પણ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને પોડકાસ્ટ જેવા માધ્યમો દ્વારા

મતદાતાઓ સુધી પહોંચવા સક્રિય બન્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સોશિયલ મીડિયા નાના પક્ષો અને નવા ચહેરાઓ માટે પણ મોટી તક બની રહ્યું છે.

ભાવનાત્મક અને દ્રશ્ય પ્રભાવ ધરાવતા કન્ટેન્ટ ઝડપથી વાયરલ થઈને વ્યાપક જનસમર્થન મેળવી શકે છે. તેમ છતાં આ ડિજિટલ યુગ સાથે જોખમો પણ જોડાયેલા છે. ડીપફેક વીડિયો, ખોટી માહિતી અને સંગઠિત દુષ્પ્રચાર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. અલ્ગોરિધમ તથ્યો કરતા વધુ સનસનાટીભર્યા કન્ટેન્ટને આગળ ધપાવતો હોવાના કારણે રાજકીય પક્ષોને ફેક્ટ-ચેકિંગ, સાયબર સુરક્ષા અને ઝડપી પ્રતિક્રિયા વ્યવસ્થાએ વિકસાવવાની જરૂર જણાઈ રહી છે.

વિશ્લેષકોનું કહેવું છે કે ભવિષ્યમાં ચૂંટણી માત્ર ડિજિટલ માધ્યમથી નક્કી નહીં થાય. બૂથ મેનેજમેન્ટ, સ્થાનિક નેતૃત્વ, ઉમેદવારની છબી અને સામાજિક સમીકરણો હજુ પણ મહત્વપૂર્ણ રહેશે. જોકે એક મોટો બદલાવ એ છે કે મતદાતાનું મંતવ્ય હવે મતદાન મથક સુધી પહોંચે તે પહેલાં જ મોબાઇલ સ્કિન પર ઘડાઈ રહ્યું છે.