હવે સ્કૂલોનું રિપોર્ટ કાર્ડ બનશે, રેકિંગનું નવું ફ્રેમવર્ક
- ગુણોત્સવ બાદ સ્કૂલોના શિક્ષણ–વહીવટને સુધારવા નવી મૂલ્યાંકન વ્યવસ્થા
- સ્કૂલોમાં ગુણોત્સવ પ્રણાલી બંધ કરી હવે એનઈપી અંતર્ગત રેન્કિંગ અને રેટિંગનું નવું ફ્રેમવર્ક સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) લાગુ કર્યું
- જાનગી શાળાઓ માટે ફ્રેમવર્ક ફરજિયાત નથી જો મૂલ્યાંકનમાં જોડાય તો તે ગુણવત્તા સુધારી શકે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
સ્કૂલોમાં ગુણોત્સવ પ્રણાલી બંધ કરી હવે એનઈપી અંતર્ગત રેન્કિંગ અને રેટિંગનું નવું ફ્રેમવર્ક સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) લાગુ કર્યું છે. જે અંતર્ગત શહેર-જિલ્લાની કક્પ સ્કૂલોમાં નવી મૂલ્યાંકન વ્યવસ્થા દાખલ કરાઈ રહી છે. હવે વાલીઓ બાળક જ્યાં ભણે છે તે સ્કૂલનું પ્રદર્શન જાણી શકાશે. સ્કૂલોને પણ આ ફ્રેમવર્ક અંતર્ગત ૩૧ ઓગસ્ટ સુધીમાં પોર્ટલ g-sqvərf પર સ્વમૂલ્યાંકન અપલોડ કરવાનું રહેશે. જેના પહેલા તબક્કા બાદ તજજ્ઞો બાહ્ય મૂલ્યાંકન કરશે. રેન્કિંગ-રેટિંગ પ્રત્યે જાનગી સ્કૂલોનું વલણ કેવું છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
ફ્રેમવર્કમાં સ્કૂલની કામગીરી વહીવટી અને શિક્ષણ એમ બે ભાગમાં વિભાજિત કરી છે અને કાઈટેરિયા નક્કી કર્યા છે, જેનું મૂલ્યાંકન કરાશે અને રેન્કિંગ-રેટિંગ અપાશે. આ પ્રક્રિયા ગુજરાત કાઉન્સિલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ દ્વારા કરાશે અને આ માટે જીએસકયુએસી (ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એફેડિટેશન કાઉન્સિલ) મોનિટરિંગ કરશે. સ્કૂલોના બાહ્ય મૂલ્યાંકનમાં તેની સુવિધા સહિતની માહિતી એકત્ર કરવાની રહેશે. જેમાં નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત આચાર્યો એવોર્ડ વિજેતાનો પણ સમાવેશ થાય છે. જોકે કોઈને આ કમિટીમાં સ્થાન મેળવવું હશે તો તેને પોર્ટલ પર અરજી કરવા પડશે.
- હવે વાલીઓ બાળક જ્યાં ભણે છે તે સ્કૂલનું પ્રદર્શન જાણી શકશે
- 3 તબક્કામાં મૂલ્યાંકન કરાશે
તબક્કો- ૧: સ્વ-મૂલ્યાંકન
આ તબક્કામાં તમામ ૧૦૦ ટકા સ્કૂલોએ પોતાની રીતે સ્વ-મૂલ્યાંકન કરવાનું રહે છે. ત્યારબાદ શાળા દ્વારા આ સ્વ-મૂલ્યાંકનની તમામ વિગતો અને માહિતી GSQAC પોર્ટલ પર અપલોડ કરવાની રહે છે.
તબક્કો-૨: ચકાસણી / કોર્સ વેરિફિકેશન
અપલોડ કરેલી માહિતીના આધારે GSQAC પ્રથમ કામચલાઉ પરિણામ બનાવે છે. તે પછી સ્વ-મૂલ્યાંકન કરાયેલ શાળામાંથી મહત્તમ ૩૩% શાળાની પસંદગી કરી માહિતીનું કોર્સ વેરિફિકેશન કરાયા છે. આ ચકાસણી તજજ્ઞો કરશે.
તબક્કો-૩: પરિણામનું આખરીકરણ
ચકાસણી બાદ સ્વ-મૂલ્યાંકન અને વેરિફિકેશનના સમન્વયથી આખરી પરિણામ તૈયાર થાય છે. ત્યારબાદ શાળાના એફેડિટેશન રિપોર્ટ કાર્ડ અને પરિણામો GSQAC પોર્ટલ પર જાહેર કરાય છે.
ફાયર ઈમર્જન્સી પ્લાન, વોટર ફિલ્ટરની સુવિધા વર્કશોપ અને વાલીઓનો અભિપ્રાય પણ લેવાશે
મૂલ્યાંકનમાં સ્કૂલોમાં ફાયર ઈમર્જન્સી પ્લાન છે નહીં, વોટર ફિલ્ટરની સુવિધા, શિક્ષકોની ગુણવત્તા સુધારવા વર્કશોપનું આયોજન અને વાલીઓ-વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવાના છે. સ્કૂલોએ રેન્કિંગ-રેટિંગ સુધારવા સ્કૂલોની માન્યાકીય, વ્હીલચે ૨, રેમ્પ સુવિધા સહિતની સુવિધા માટે સ્કૂલોને આર્થિક મદદ મળશે નહીં તેની સ્પષ્ટતા કરાઈ નથી.