ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટી કોહલી-1, શાહરૂખ-2, પ્રિયંકા 3 નંબરે
ભારતના ટોપ-10 વેલ્યુએબલ સેલિબ્રિટી
-
વિરાટ કોહલી (ક્રિકેટર)
-
શાહરૂખ ખાન (અભિનેતા)
-
પ્રિયંકા ચોપરા (અભિનેત્રી)
-
મહેન્દ્ર સિંહ ધોની (ક્રિકેટર)
-
રણવીર સિંહ (અભિનેતા)
-
અક્ષય કુમાર (અભિનેતા)
-
અમિતાભ બચ્ચન (અભિનેતા)
-
સચિન તેંડુલકર (ક્રિકેટર)
-
આલિયા ભટ્ટ (અભિનેત્રી)
-
અલ્લુ અર્જુન (અભિનેતા)
દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટીની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની બ્રાન્ડ વેલ્યુ ૩,૫૪૨ કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા જોનાસ ત્રીજા સ્થાને છે.
ફોર્ચ્યુન ઈન્ડિયા અને ઈન્ટરબ્રાન્ડે દેશની ૨૫ સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી પર રિસર્ચ કર્યું. જેમાં ટોપ ૧૦માં ૩ ક્રિકેટર અને ૭ ફિલ્મી સેલિબ્રિટી છે. મહિલા સેલિબ્રિટીઝમાં પ્રિયંકા ચોપરા સૌથી ઉપર રહી. આ ઉપરાંત દીપિકા પાદુકોણ (૧૧મું સ્થાન), રશ્મિકા મંદાના (૧૭મું સ્થાન), કૃતિ સેનન, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સાઉથની અભિનેત્રી નયનતારાને સ્થાન મળ્યું છે. વેલ્યુએબલ વ્યક્તિઓની યાદીમાં દિલજીત દોસાંજ, કરણ જોહર, સૌરવ ગાંગુલી અને વિકી કૌશલના પણ નામ છે.
આ અભ્યાસમાં બ્રાન્ડ વેલ્યુ નક્કી કરવા માટે સેલિબ્રિટીઝની કમાણી, ફોલોઅર્સ કે બોક્સ ઓફિસ પરની સફળતા ઉપરાંત અન્ય ઘણી બાબતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.