યશ-જાનકીના ‘ગોળધાણા’
ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય જોડીમાંની એક, યશ સોની અને જાનકી બોડીવાલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે. જાનકી અને યશના ‘ગોળધાણા’ (લગ્ન પહેલાની સગાઈ દરમિયાન થતી એક પરંપરા)ના સમાચાર ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યા હતા. આ અહેવાલો પછી, ઘણા ચાહકોએ ધાર્યું કે આ સુપર હિટ ઓન સ્ક્રીન જોડી હવે લગ્ન કરી રહી છે કે શું? જોકે, હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તેમની સગાઈ કે લગ્નના સમાચાર નથી; પણ ‘ગોળધાણા’ તેમની નવી ગુજરાતી ફિલ્મનું શીર્ષક છે અને હવે ફરી એક વખત જાનકી અને યશ ઓન સ્ક્રીન કપલ તરીકે જોવા મળવાના છે. યશ સોની અને જાનકી બોડીવાલાએ અગાઉ ‘છેલ્લો દિવસ’ અને ‘નાડી દોષ’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમ જ યશની ‘ચળિયા ટાળી’ આ ફિલ્મમાં એક સ્પેશિયલ ગીત ‘પાંજરામાં પોપટ બોલે’માં જાનકીએ કેમીઓ આપ્યો હતો.