Loading Please Wait !!!
શાપરમાં ત્યકતાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ

કારખાનામા સાથે કામ કરતા શખ્સે હવસ સંતોષી તછોડી દીધી

સિટી ન્યૂઝ@રાજકોટ

શાપરમાં રહેતી ૩૧ વર્ષીય ત્યકતાને લગ્નની લાલચ આપી અગાઉ સાથે નોકરી કરતા ધೀರજ ચાવડાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હવસપોર્ટે પોતાની હવસ સંતોષી લખનો ઇન્કાર કરી ત્યકતાને તછોડી દીધી હતી. સમગ્ર મામલે ત્યકતાએ ફરિયાદ આપતાં શાપર પોલીસની ટીમે દુષ્કર્મના કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ શાપરમાં રહી મજૂરી કરતી ૩૧ વર્ષીય ત્યકતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધીરજ ચાવડા (ઉ.વ.૨૬ રહે. શાપર વેરાવળ) નું નામ આપતાં પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. વધુમાં ફરિયાદીએ ફરિયાદમાં આપેલી વિગતો અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણી અહી તેના પતિ અને બે દીકરીઓ સાથે રહેતી હતી. બાદમાં પતિ સાથે અનાબનાવ અને ઝઘડાઓ શરૂ થતાં તેણીઓ

પતી સાથે છુટાછેડા લઈ લીધા હતા.બાદમાં તેણીને શાપરના એક કારખાનામાં નોકરી શરૂ કરી હતી. જ્યાં આરોપી ધીરજ ચાવડા પણ કામ કરતો હોય બંને વચ્ચે સંપર્ક થયો હતો. દીમેધીમે બંને વચ્ચે વાતચીતોનો દોર આગળ વધતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ધીરજ ચાવડાએ પરિણીતાને હું તારી સાથે લગ્ન કરીશ તેમ લાલચ આપી હતી. બાદમાં આરોપીએ અવારનવાર પરિણીતાના ઘરે જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.આરોપી સતત લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતો હોય પરિણીતાએ લગ્ન અંગે પૂછતાં આરોપીએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દઈ પરીશીતાને તછોડી દીધી હતી. જે મામલે અંતે પરિણીતાએ હિંમત દાખવી શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈઆર.બી. સાહાએ ગુનો નોંધી આરોપી ધીરજ ચાવડાને ઝડપી લાખો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે સંતાનોની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ