રંગીલાની સીકવલ બનશે ?
સિટી ન્યૂઝ@મુંબઈ
નવા કન્ટેન્ટ-પ્લાન હેઠળ લોકપ્રિય ફિલ્મોની નવી વાર્તાઓ સાથે સીકવલ બનાવવામાં આવશે અને પૌરાણિક કથાઓ આધારિત વિશાળ સિનેમેટિક બ્રહ્માંડ પણ તૈયાર કરવામાં આવશે. આવા જ એક પ્રોજેક્ટ 'હીરોઝ યુનિવર્સ' અંતર્ગત ભારતીય સિનેમાની ૬ લોકપ્રિય ફિલ્મોને નવી વાર્તાઓ અને નવાં પાત્રો સાથે આગળ વધારવામાં આવશે. આ યાદીમાં 'તનુ વેડ્સ મનુ - ધ નેક્સ્ટ ચેપ્ટર', 'ફોબિયા', 'ઈંગ્લિશ વિંગ્લિશ', 'દેશી બોયઝ', 'રંગીલા' અને 'તેરે નામ'નો સમાવેશ થાય છે. જોકે 'તેરે નામ'ની સીકવલમાં સલમાન ખાન ફરીથી 'રાધે'ના પાત્રમાં જોવા મળશે કે નહીં એ સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.