Loading Please Wait !!!
રાજકોટ ટ્રાફિક શાખા સામે ઉઠતા સવાલો વચ્ચે જનઆંદોલનના એંધાણ!

 

  • નિયમભંગના નામે રોજેરોજની દંડ વસૂલાતથી સોશિયલ મીડિયામાં લોકોનો રોષ
  • વિપક્ષની રજૂઆત બાદ પણ હાઈવે પર રાત્રિના ચેકિંગ અંગે ફરિયાદો યથાવત
  • ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી પરંતુ નાના-મધ્યમ વર્ગને દંડનો આર્થિક બોજ કેટલો યોગ્ય?
  • મંજૂર મહેકમ સામે ખાલી જગ્યાઓ અને TRB પર વધતી નિર્ભરતા પણ ચર્ચાના કેન્દ્રમાં
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને સોશિયલ મીડિયા સહિત જાહેર ચર્ચામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું અને માર્ગ સલામતી જાળવવી પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી છે અને ગંભીર નિયમભંગ સામે કડક કાર્યવાહી થવી પણ જરૂરી છે, પરંતુ નિયમભંગના નામે રોજેરોજ મોટી સંખ્યામાં વાહનો રોકી દંડ વસૂલાત થતી હોવાની ફરિયાદો હવે રાજકીય મુદો બની રહી છે. વિપક્ષ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ અમદાવાદ હાઈવે સહિતના માર્ગો પર રાત્રિના સમયે મોટી સંખ્યામાં ટ્રાફિક બ્રિગેડિયર/TRB જવાનો દ્વારા ચેકિંગ ચાલુ હોવાના વીડિયો અને ફરિયાદો સામે આવતા સમગ્ર કામગીરી અંગે સવાલો વધુ ઘેરા બન્યા છે. આ મામલે આવનારા દિવસોમાં મોટા જનઆંદોલનની તૈયારી થઈ રહી હોવાના સંકેતો પણ મળી રહ્યા

છે.ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે, પરંતુ નિયમોના અમલની પદ્ધતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મંદી, મોંઘવારી અને રોજના ખર્ચ વચ્ચે રૂ. ૫૦૦થી ૭૦૦ની આવકમાં પરિવાર ચલાવતા નાના તથા મધ્યમ વર્ગના વ્યકિત માટે એક મોટો દંડ પણ પરિવારના બજેટને અસર કરે છે. ગંભીર ઓવર ર્પીડ, નશામાં ડ્રાઈવિંગ, ખતરનાક ડ્રાઈવિંગ, બ્લક ફિલ્મ, બેફામ હોર્ન જેવા નિયમભંગ સામે કડક કાર્યવાહી અંગે કોઈ બે મત નથી, પરંતુ સામાન્ય વાહનચાલકોને વારંવાર રોકીને દંડાત્મક કાર્યવાહી કરવાથી ટ્રાફિક શિસ્ત વધે છે કે લોકોમાં પોલીસ પ્રત્યે અસંતોષ વધે છે તે અંગે વિચાર કરવાની જરૂર છે. દંડ કરતાં પહેલાં જાગૃતિ, માર્ગદર્શન અને માનવતાપૂર્ણવડનો અભિગમ અપનાવવો જોઈએ એવી માંગ પણ ઉઠી રહી છે. આર્થિક તંગી અને પરિવારો પર વધતા આર્થિક દબાણ વચ્ચે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિ અંગેની

કોઈપણ ફરિયાદ હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તે પણ એટલું જ મહત્વનું છે.બીજી તરફ ટ્રાફિક બ્રિગેડિયર/TRB જવાનોની સંખ્યા અને તેમની કામગીરી અંગે પણ ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક જ ચેકિંગ પોઈન્ટ પર મોટી સંખ્યામાં બ્રિગેડિયર જવાનોની ટોળકી જોવા મળતી હોવાની ફરિયાદો વચ્ચે એક PI/PSI સાથે કેટલાક કોન્સ્ટેબલ, કેટલાક TRB જવાનો અને કેટલાક અધિકારીઓની મંજૂર તથા જરૂરી ટીમ હોય છે, તેની સ્પષ્ટતા થવી જરૂરી બની છે. રાજકોટ ટ્રાફિક શાખામાં મંજૂર કુલ મહેકમ સામે ખાલી જગ્યાઓનું પ્રમાણ બૌંધપાત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને સ્ટાફની અચાનક કારણે ટ્રાફિક વ્યવસ્થા માટે TRB/ બ્રિગેડિયર પર વધુ નિર્ભરતા રાખવી પડતી હોવાની વાસ્તવિકતા પણ નકારી શકાય નહીં. એટલે એક તરફ TRB/ બ્રિગેડિયર જવાનોની કામગીરી અંગેની ફરિયાદોની તપાસ જરૂરી છે તો બીજી તરફ ટ્રાફિક શાખાના

મંજૂર મહેકમ, ખાલી જગ્યાઓ અને વાસ્તવિક સ્ટાફની સ્થિતિ પણ જાહેર ચર્ચાનો વિષય બનવી જોઈએ. રાજકોટ શહેરમાં હાલનો વિવાદ માત્ર "પોલિસ વિરુદ્ધ જનતા" બનાવવાનો વિષય નથી. મૂળ મુદ્દો ફેટ્રાફિક નિયમોનું અસરકારક પાલન, માર્ગ સલામતી, પૂરતો પોલીસ સ્ટાફ, TRBની યોગ્ય તૈનાતી, પારદર્શક ચેકિંગ વ્યવસ્થા અને પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસ. વિપક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સામે આવી રહેલા વીડિયો-ફરિયાદોના આધારે પોલીસ તંત્ર તથા રાજ્ય સરકાર સમગ્ર મામલાની નિષ્પક્ષ સમીક્ષા કરી તેવી અપેક્ષા છે. જો આગામી દિવસોમાં ફરિયાદોનું નિરાકરણ નહીં આપે તો રાજકોટની જનતાને સાથે રાખીને જનઆંદોલનના એંધાણ છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક શાખા આ વધતા જનઅસંતોષને માત્ર વિરોધ માનીને આગળ વધે છે કે પછી વ્યવસ્થામાં જરૂરી સુધારા કરીને જનતાનો વિશ્વાસ ફરીથી જીતે છે.