50,000ની છેતરપિંડી કરનાર એન્કર રિયા ગોર સામે ફરિયાદ
- રમી ગોલ્ડ એપમાં રોકાણ પર ઊંચા વળતરના નામે છેતરપિંડી આચરતા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં રહેતા યુવાન સાથે 'રમી ગોલ્ડ' ગેમિંગ એપમાં રોજનું ૨ ટકા વળતર મળશે કહી રૂપિયા ૫૦,૦૦૦નું રોકાણ કરાવી ચાર દિવસ સુધી વળતર આપ્યા બાદ મોબાઇલ ફોન બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે હાલ રિયા ગોર નામની યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી યુવક સિંગર હોવાથી વર્ષ ૨૦૧૧માં એન્ડોર્સિંગ કરતી યુવતી રિયા ગોર સાથે પરિચય થયો હતો અને ફેબ્રુઆરી ૨૦૨૨માં વળતરની લાલચ આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી ઉમંગ મહેતા (ઉ.વ.૩૦)એ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં ૩૧ડા ડિસેમ્બરની પાર્ટીમાં એન્કર તરીકે રિયા ગોર આવેલ હતી જેની સાથે પરિચય થયા બાદ મિત્રતા થઈ હતી. આ પછી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રિયા ગોર દ્વારા દુબઈની 'RUMMY GOLD INVEST NOW' નામની કંપની છે.
જેમાં વળતર કરવાથી સારું વળતર મળે છે અને કંપની દ્વારા રોકાણના બદલામાં દરરોજ ૨% વળતર આપવામાં આવશે તેમ કહી રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. જેમાં રૂપિયા ૫૦ હજારનું રોકાણ કર્યું હતું. રૂપિયા ૫૦,૦૦૦ના વળતર સામે ચાર દિવસ સુધી દરરોજનું રૂપિયા ૧૦૦૦ મળી કુલ ૪૦૦૦ વળતર આપવામાં આવ્યું હતું, જો કે આ પછી રિયા દ્વારા વળતર આપવામાં આવતું ન હતું અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. અવારનવાર સંપર્ક પણ કરવામાં આવ્યો હતો છત કોઈ સંપર્ક ન થતા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી અને બાદમાં આજ દિવસ સુધી રૂપિયા પરત ન કરતા આખરે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ભક્તિનગર પોલીસે રિયા ગોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.